- લોકસભા સ્પીકર પદને લઇને ખેંચમતાણ
- 26જૂને લોકસભાના સ્પીકર પદની ચૂંટણી
- રાહુલગાંધીના નિવેદન પર રાજનાથસિંહનો જવાબ
વિપક્ષ અને સત્તા પક્ષ વચ્ચે લોકસભા સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર પદને લઇને ખેંચમતાણ જોવા મળી રહી છે. સરકારનો દાવો છે કે સર્વ સહમતિથી સ્પીકરની ચૂંટણી કરવામાં આવી રહી છે. ત્યારે રાહુલ ગાંધીએ રાજનાથસિંહ દ્વારા કોંગ્રેસના નેતાઓનું અપમાન કરવામાં આવી રહ્યુ હોવાનો આરોપ લગાવ્યો હતો જેને લઇને રાજનાથસિંહે વળતો જવાબ આપ્યો છે.
રાજનાથસિંહે આપ્યો વળતો જવાબ
રાજનાથસિંહે જણાવ્યું કે મલ્લિકાર્જુન ખડગે વરિષ્ઠ નેતા છે. હું તેમનું સન્માન કરુ છુ. કાલથી મારી તેમની સાથે 3 વખત વાતચીત થઇ ચૂકી છે. મહત્વનું છે કે રાહુલગાંધીએ આરોપ લગાવ્યો હતો કે રાજનાથસિંહે મલ્લિકાર્જુન ખડગે સાથે વાત કરી હતી. તેમણે કોલ કરવાનું કહ્યું હતુ પરંતુ તેમનો ફોન આવ્યો જ નહી, આમ જણાવીને કહ્યું હતું કે અમારા નેતાઓનું અપમાન કરવામાં આવી રહ્યું છે.
રાહુલ ગાંધીએ કર્યા હતા આક્ષેપ
આ પહેલા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ રાજનાથસિંહ પર આરોપ લગાવ્યો હતો કે મલ્લિકાર્જુન ખડગેને કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહનો ફોન આવ્યો હતો અને તેમણે ખડગે પાસે તેમના સ્પીકર માટે સમર્થન માંગ્યું હતું પરંતુ વિપક્ષને ડેપ્યુટી સ્પીકર મળવું જોઈએ, રાજનાથ સિંહ જીએ ગઈકાલે સાંજે કહ્યું હતું કે તેઓ ખડગે જીનો ફોન પરત કરશે, હજુ સુધી ખડગે જી પાસે તેમનો કોઈ જવાબ આવ્યો નથી.