- 26 જૂને લોકસભાના સ્પીકર પદ માટે ચૂંટણી
- 72 વર્ષમાં પહેલીવાર આ પદ માટે ચૂંટણી થશે
- વિપક્ષ અને એનડીએ વચ્ચે સહમતિ ન થઇ
લોકસભાના સ્પીકર બનવા અંગે વિપક્ષ સાથે સહમતિ બનાવવાના તમામ પ્રયાસો પર પાણી ફરી વળ્યુ છે. વિપક્ષે કોંગ્રેસના સાંસદ કોડીકુનીલ સુરેશને ઉમેદવારી નોંધાવવાના સમયમર્યાદા પહેલા જ વિપક્ષના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. થોડા સમય બાદ સુરેશે પણ ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ પહેલા ભાજપના સાંસદ ઓમ બિરલાએ એનડીએ વતી ઉમેદવારી ફોર્મ ભર્યુ. ત્યારે હવે લોકસભાના સ્પીકર પદ માટે ચૂંટણી યોજાશે.
72 વર્ષમાં પહેલી વાર યોજાશે ચૂંટણી
- 72 વર્ષમાં ત્રીજી વખત સ્પીકર માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે.
- અગાઉ 1952 અને 1976માં પણ સ્પીકર માટે ચૂંટણી થઈ હતી.
- સ્વતંત્ર ભારતમાં 1952માં પ્રથમ વખત સ્પીકર પદ માટે જીવી માલવણકર અને શંકર શાંતારામ વચ્ચે ચૂંટણી લડાઈ હતી.
- 1976માં (ઇમરજન્સી દરમિયાન) પણ સ્પીકર માટે ચૂંટણી યોજાઇ હતી.
- તે સમયે બલિગ્રામ ભગત વિરુદ્ધ જગન્નાથ રાવ વચ્ચે ચૂંટણી હતી.
- હવે 2024માં ત્રીજી વખત ચૂંટણી યોજાવા જઈ રહી છે.
સર્વ સંમતિથી ચૂંટાયા છે સ્પીકર
- આઝાદી બાદ પ્રથમ લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાયેલા ગણેશ વાસુદેવ માવલંકરથી માંડીને 17મી લોકસભાના સ્પીકર રહેલા ઓમ બિરલા સુધી તમામને સર્વસંમતિથી ચૂંટવામાં આવ્યા છે.
- 12મી લોકસભાની અધ્યક્ષતા ટીડીપીના બાલયોગીએ કરી હતી જ્યારે તે સમયે ભાજપના અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન હતા. બાલયોગી 13મી લોકસભાના સ્પીકર તરીકે પણ ચૂંટાયા હતા. પરંતુ આ જ પદ સંભાળતી વખતે હેલિકોપ્ટર દુર્ઘટનામાં તેમનું અવસાન થયું, ત્યારબાદ શિવસેનાના સાંસદ મનોહર જોશી 13મી લોકસભાના સ્પીકર બન્યા.
- મનમોહન સિંહની આગેવાની હેઠળની પ્રથમ યુપીએ સરકારને માર્ક્સવાદી સામ્યવાદી પક્ષ દ્વારા બાહ્ય સમર્થન આપવામાં આવ્યું હતું, જ્યારે સીપીઆઈ (એમ)ના નેતા સોમનાથ ચેટર્જી લોકસભાના સ્પીકર બન્યા હતા.
- 2009 થી 2014 સુધી 15મી લોકસભાના સ્પીકર રહી ચૂકેલા મીરા કુમાર લોકસભાના સ્પીકરનું પદ સંભાળનાર પ્રથમ મહિલા હતા. તેમના પછી ભાજપના સુમિત્રા મહાજન 16મી લોકસભાના સ્પીકર બન્યા.
1952માં શું થયુ હતું ?
મે 1952માં પ્રથમ લોકસભાના સાંસદો સ્પીકરની પસંદગી કરવા માટે ભેગા થયા હતા. કોંગ્રેસના ઉમેદવાર જીવી માવલંકર હતા, જેમણે 1946 થી સ્પીકરની ખુરશી સંભાળી હતી. તેમની સામે શંકર શાંતારામ મોરે ઊતર્યા. ચૂંટણીને ઔપચારિકતા ગણવામાં આવી હતી. કારણ કે લોકસભામાં કોંગ્રેસ પાસે સારી બહુમતી હતી. મોટાભાગના સભ્યોએ માવલંકરને મત આપ્યો હતો.