• લોકસભાના સ્પીકરને લઇને ખેંચમતાણ
  • વિપક્ષે કે, સુરેશને બનાવ્યા લોકસભા સ્પીકર પદના ઉમેદવાર
  • દેશમાં ત્રીજી વખત થશે લોકસભા સ્પીકરની ચૂંટણી

લોકસભા સ્પીકર પદ પર એનડીએ અને વિપક્ષ વચ્ચે સહમતિ થઇ ન હોવાનું સામે આવ્યું છે. આથી કે. સુરેશને વિપક્ષે ઉમેદવાર બનાવ્યા છે. આમ ઓમબિરલાએ એનડીએ તરફથી જ્યારે વિપક્ષના કે સુરેશે લોકસભાના સ્પીકર પર માદે ઉમેદવારી ફોર્મ ભર્યુ છે. 

આવતીકાલે થશે ચૂંટણી

દેશના ઈતિહાસમાં પ્રથમ વખત સ્પીકર પદ માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે. જ્યારે ઓમ બિરલા એનડીએ તરફથી સ્પીકર ઉમેદવાર હશે, જ્યારે કે સુરેશને ઈન્ડિયા બ્લોકમાંથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. બંને નેતાઓએ ઉમેદવારી નોંધાવી છે. હવે આવતીકાલે લોકસભાના અધ્યક્ષ માટે ચૂંટણી થશે.

વિપક્ષે મૂકી હતી શરત

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે વિપક્ષને રાજનાથ સિંહનો ફોન આવ્યો હતો. તેમણે કહ્યું કે વિપક્ષે સ્પીકર પદને સમર્થન આપવું જોઈએ અને સર્વસંમતિ રચવી જોઈએ. અમે કહ્યું કે અમે સ્પીકરને સમર્થન આપીશું, પરંતુ ડેપ્યુટી સ્પીકરનું પદ વિપક્ષ પાસે જવું જોઈએ. રાજનાથ સિંહે કહ્યું હતું કે તેઓ મલ્લિકાર્જુન ખડગેને પાછા બોલાવશે. પણ એ કોલ હજુ આવ્યો નથી. વિપક્ષને ડેપ્યુટી સ્પીકરનું પદ મળશે તો જ અમે સમર્થન આપીશું.


  • Follow us on: