ઉત્તરપ્રદેશના લખનઉમાં શનિવારે બપોરે ત્રણ માળનું કોમ્પ્લેક્સ ધરાશાયી થયું હતું. બિલ્ડીંગમાં દવાઓ અને મોબાઈલ ઓઈલ સહિત ચાર વેરહાઉસ હતા. જ્યારે કોમ્પ્લેક્સ તૂટી પડ્યું ત્યારે 40થી વધુ લોકો કામ પર હતા. કાટમાળ નીચે દટાઈ જવાથી આઠ લોકોના મોત થયા છે અને 28 ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘણા ઈજાગ્રસ્તોની હાલત ગંભીર છે.


PM મોદીએ સહાયની જાહેરાત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઉત્તર પ્રદેશના લખનૌના ટ્રાન્સપોર્ટ નગરમાં શનિવારે સાંજે બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટનામાં મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી.

પીએમ મોદીએ ઘાયલોના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી

વડાપ્રધાને એક્સ પર એક પોસ્ટમાં કહ્યું કે, ઉત્તર પ્રદેશના લખનૌમાં મકાન ધરાશાયી થવાને કારણે જાનહાનિ દુ:ખદ છે. હું એવા લોકો સાથે પ્રાર્થના કરું છું જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે. હું ઈજાગ્રસ્તોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું. પીએ મોદીએ કહ્યું કે, "દરેક મૃતકોના પરિવારને વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. તેમજ ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે.

રાહત અને બચાવ કામગીરી ચાલુ

નોંધનીય છે કે, ટ્રાન્સપોર્ટ નગરમાં છેલ્લા 20 કલાકથી બચાવ અને રાહત કાર્ય ચાલી રહ્યું છે. પોલીસે કાટમાળ નીચે દટાયેલા લોકોને શોધવા માટે સ્નિફર ડોગ્સ પણ તૈનાત કર્યા છે. સવારે ચાર વાગ્યે કાટમાળ નીચે દટાયેલી ટ્રકને કાપીને બહાર કાઢવામાં આવી હતી. હાલમાં મૃત્યુઆંકમાં કોઈ વધારો થયો નથી. ઘટના બાદ પોલીસ પ્રશાસન ઉપરાંત નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF), સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) અને ફાયર બ્રિગેડની ટીમો છેલ્લા 17 કલાકથી બચાવ કાર્ય કરી રહી છે. આ સાથે ડોગ સ્કવોડની મદદથી કાટમાળ નીચે દટાયેલા લોકોને શોધી કાઢવામાં આવી રહ્યા છે.

સીએમ યોગીએ બચાવ કામગીરી ઝડપી બનાવવા આદેશ આપ્યા

બિલ્ડિંગ ધરાશાયી થવાની માહિતી મળ્યા બાદ સીએમ યોગી આદિત્યનાથે સમગ્ર ઘટનાની નોંધ લીધી અને બચાવ માટે NDRF અને SDRFની ટીમને મોકલી છે. આ પછી સીએમ યોગીએ અધિકારીઓ સાથે વાતચીત કરી અને કહ્યું કે તેઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને રાહત કાર્યને ઝડપી બનાવવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ ઈજાગ્રસ્તોની સારવાર માટે આરોગ્ય વિભાગના અધિકારીઓને પણ સૂચના આપી છે. એસડીએમ સરોજિની નાગરે જણાવ્યું કે અત્યાર સુધીમાં 10 ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જે ઈમારત ધરાશાયી થઈ છે તેનું નામ હરમિલપ ટાવર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે આ 3 માળની ઈમારત છે, જેનો અડધો ભાગ ભારે વરસાદને કારણે ધરાશાયી થઈ ગયો છે.


  • Follow us on: