•  રાજગુરુ નગરમાં ATMમાં રોકડ જમા કરાવતી કંપનીમાં લૂંટ
  • રાત્રે 2 વાગ્યે હથિયારો સાથે 10 બદમાશો ઘૂસ્યા
  • 5 કર્મચારીઓને બંદી બનાવી લીધા, ચલાવી દીલધડક લૂંટ

પંજાબના લુધિયાણામાં 7 કરોડથી વધુની લૂંટ. રાજગુરુ નગરમાં ATMમાં રોકડ જમા કરાવતી CMS સિક્યુરિટી કંપનીની ઓફિસમાં રાત્રે 2 વાગ્યે હથિયારો સાથે 10 બદમાશો ઘૂસ્યા. તેઓએ અહીં હાજર 5 કર્મચારીઓને બંદી બનાવી લીધા હતા. આ પછી તિજોરીની બહાર રાખેલી 4 કરોડની રોકડ અને ઓફિસની બહાર પાર્ક કરેલી કાર લઈ ગયા હતા. આ વાહનમાં 3 કરોડથી વધુની રોકડ હતી. આ સાથે સીસીટીવીનું ડીવીઆર પણ લઈ લીધું હતું.

બદમાશોના ગયા બાદ કર્મચારીઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસને જાણ થતાં બદમાશો મુલ્લાનપુર પાસે વાહન છોડીને ભાગી ગયા હતા. આ વાહન પોલીસે કબજે કરી લીધું છે. કારમાંથી 2 પિસ્તોલ મળી આવી છે, જ્યારે રોકડ ગાયબ છે.

મળતી માહિતી મુજબ, 2 બદમાશો પાછળના ગેટથી ઓફિસમાં ઘૂસ્યા હતા, જ્યારે 8 બદમાશો આગળના ગેટથી પ્રવેશ્યા હતા. તેમની પાસે પિસ્તોલની સાથે તિક્ષ્ણ હથિયારો પણ હતા. હાલ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે.પોલીસે પાંચેય સિક્યુરિટી ગાર્ડને પોલીસ સ્ટેશન લઈ ગયા છે. અહીં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

  • Follow us on: