- ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરમાં શિવજીની નીકળી છે સવારી
- દર સોમવારે નીકળે છે મહાકાલની સવારી
- સવારીમાં આ વખતે કરવામાં આવી નવીનતા
હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. મહાદેવના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ દિવસોમાં ઉજ્જૈન મહાકાલના મંદિરમાં ભગવાન મહાકાલની શાહી સવારી નીકળે છે. ત્યારે આ વખતે સીએમ મોહન યાદવાના કાર્યકાળમાં પહેલીવાર ઉજ્જૈનમાં ભગવાન મહાકાલની સવારી નીકળી હતી. જેમાં સરકાર દ્વારા દર વખત કરતા કંઇક નવા પ્રયાસ કર્યા હતા.
દર સોમવારે નીકળે છે મહાકાલની સવારી
મહત્વનું છે કે શ્રાવણ અને ભાદરવા મહિનાના સોમવારે ભગવાન મહાકાલ શહેરની યાત્રાએ નીકળે છે. એવી માન્યતા છે કે જે શિવ ભક્તો આશીર્વાદ લેવા માટે મંદિર સુધી પહોંચી શકતા નથી તેમને દર્શન આપવા માટે ભગવાન શિવ સ્વયં શહેરની નગર ચર્યાએ નીકળે છે. ભગવાન મહાકાલની સવારી પ્રાચીન કાળથી જ નીકળી રહી છે, પરંતુ મુખ્યમંત્રી ડો.મોહન યાદવના કાર્યકાળમાં તેમાં કેટલાક નવા પ્રયોગો કરવામાં આવ્યા છે.
આ વખતે સવારીમાં શું નવીનતા ?
મહાકાલેશ્વર મંદિરના ભૂષણ ગુરુએ જણાવ્યું કે, પહેલીવાર આદિવાસી વર્ગના લોકોના નૃત્યને સવારીમાં સામેલ કરવામાં આવી છે. આ સિવાય વિશાળ પોલીસ બેન્ડ અને CRPF બેન્ડ પહેલીવાર સવારીમાં જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે ડૉ. મોહન યાદવ મુખ્યમંત્રી બન્યા પછી ભગવાન મહાકાલેશ્વરની સવારીની ભવ્યતા વધી ગઈ છે. પહેલા ભવ્ય પોલીસ બેન્ડની આકર્ષક રજૂઆત અને પછી એક સાથે ડમરુ વગાડવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવવો એ પોતાનામાં એક અનોખી પહેલ છે. મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે પણ દાવો કર્યો છે કે ભવિષ્યમાં પણ આ ટ્રેન્ડ ચાલુ રહેશે. ભગવાન મહાકાલની સવારીની ભવ્યતા ભવિષ્યમાં વધુ વધારવામાં આવશે.
સવારીની ભવ્યતા વધારવા માટે, આદિવાસી લોક કલા તથા બોલી વિકાસ એકેડેમી મધ્યપ્રદેશ કલ્ચર કાઉન્સિલ દ્વારા પ્રથમ વખત, રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી આદિવાસી જૂથોના નૃત્યો પણ આ વખતે સવારીમાં જોવા મળ્યા હતા. જે તે માત્ર સવારીની ભવ્યતામાં વધારો જ નહી પણ આકર્ષણ પણ વધાર્યુ.
શિવરાજસિંહ કેમ ન આવ્યા ?
મહત્વનું છે કે મધ્યપ્રદેશના પૂર્વ સીએમ શિવરાજસિંહ ચૌહાણ દર શ્રાવણ માસમાં ભગવાન મહાકાલના આશીર્વાદ લેવા આવે છે. પરંતુ આવુ આ વખતે પહેલીવાર બન્યું કે તેઓ ભગવાન મહાકાલની સવારી અને મંદિરના દર્શન કરવા આવ્યા નથી.