- મહાકાલેશ્વર મંદિરમાં શ્રાવણ માસને લઇને તૈયારીઓ
- દર સોમવારે નીકળે છે મહાકાલની સવારી
- જિલ્લા કલેક્ટરે સવારી તથા દર્શનને લઇને પૂરતી વ્યવસ્થા કરવા આપી સૂચના
શ્રાવણ મહિનાને હવે મહિનાની વાર છે. શિવમંદિરોમાં હર હર મહાદેવના નાદ ગુંજી ઉઠશે. તેવામાં શિવમંદિરોમાં ખાસ તૈયારીઓ કરવામાં આવનાર છે. ત્યારે ઉજ્જૈન મહાકાલેશ્વરમાં દર સોમવારે શિવજીની સવારી નીકળે છે. ત્યારે ઉજ્જૈન કલેક્ટર દ્વારા પુરતી તૈયારીઓ કરવા માટેના નિર્દેશ આપવામાં આવ્યા છે.
જિલ્લા કલેક્ટરની મળી બેઠક
આ અંગે જિલ્લા કલેક્ટર નીરજ સિંહે કર્યું કે શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં ભક્તો આવવાની ધારણા છે. ભક્તોના આગમનને ધ્યાનમાં રાખીને તેમના સરળ દર્શન માટે જરૂરી વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે. જિલ્લા કલેક્ટરની બેઠક મળી હતી. જેમાં આ અંગે સૂચનો આપવામાં આવ્યા છે.
જિલ્લા કલેક્ટરે શું આપી સૂચના
- ઉજ્જૈનના કલેક્ટર નીરજ કુમાર સિંહે કહ્યું કે આ અંતર્ગત દર્શન, સ્વચ્છતા, વીજળી અને મેડિકલ વગેરે જેવી વ્યવસ્થાઓ જાળવવા સૂચના આપવામાં આવી છે.
- મેડિકલ ટીમની નિમણૂક કરવા માટે પણ કહેવામાં આવ્યું છે.
- ગેટ નંબર 6 પર એમ્બ્યુલન્સની વ્યવસ્થા રહેશે.
- અગ્નિશમન માટે ફાયર સ્ટેશન બનાવા તથા ફાયર ઓફિસરોને કામે લગાડવા અને અગ્નિશામક સાધનો રાખવા જણાવ્યું.
- મંદિરમાં રખડતા શ્વાનને કાબૂમાં લેવા, આ ઉપરાંત વાંદરાઓ, મધમાખીઓ અને કાગડાઓને રોકવા વન વિભાગને કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી.
સીએમ મોહન યાદવ પણ ભાગ લેશે
મહત્વનું છે કે શ્રાવણ માસમાં યોજાનારી ભગવાન મહાકાલની સવારીમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડો.મોહન યાદવ પણ ભાગ લેશે. જિલ્લા વહીવટીતંત્ર, મહાકાલેશ્વર મંદિર સમિતિ અને પોલીસ વિભાગને આ અંગેના સંકેતો મળ્યા હોવાનું સામે આવ્યું છે. મુખ્યમંત્રી મોહન યાદવ શોભાયાત્રામાં ભાગ લેશે જેને લઇને કડક સુરક્ષા બંદોબસ્ત કરવા માટે એલર્ટ આપવામાં આવ્યું છે.