હિન્દુ ધાર્મિક પરંપરાગત મેળાઓ અંતર્ગત પ્રયાગરાજ મહાકુંભ મેળા સાથે ધાર્મિક સ્થાન ઉપર સમગ્ર દેશના લોકોનો દર્શન માટે ઘસારો જોવા મળી રહ્યો છે. જેના કારણે તમામ ધાર્મિક સ્થળો પર માનવ મહેરામણ ઉમટી રહ્યો છે. પ્રયાગરાજના દરેક શહેરમા કુંભ આશ્રાય અંતર્ગત વિનામુલ્યે સુવા માટેની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. કાશી, અયોધ્યા, ઉજ્જૈન, ઝાંસી સહિતના ધાર્મિક સ્થળે ઉમટતા ભાવિકો માટે સુવા માટેની વ્યવસ્થા છે. વોર્ડ વાઇઝ પાંચ કુંભઆશ્રાય છે. અને દરેક કુંભઆશ્રાયમા ૮૦ થી ૧૦૦ લોકોનો સમાવેશ થઈ શકે છે. 


પ્રયાગરાજ મહાકુંભ મેળામાં સ્નાન માટે આવી રહેલા સમગ્ર ભારતના વિવિધ રાજ્યના દર્શનાર્થીઓ દ્વારા કુંભમેળા ઉપરાંત નજીકના ધાર્મિક સ્થળો પર જાય છે. જેમાં કાશી, અયોધ્યા,ઉજ્જૈન, ઝાંસી અને ઓમકારેશ્વર સહિતના સ્થાન ઉપર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. તેના કારણે તમામ સ્થાનો પર દર્શન માટે મંદિરોમાં ભારે ભીડ થાય છે. શહેરના રાજમાર્ગો પર ટ્રાફ્કિ થાય છે. વાહન પાર્કિંગમાં મુશ્કેલી થાય છે. કાશી,અયોધ્યા અને પ્રયાગરાજમાં નગર નિગમ દ્વારા છે.

દરેક વોર્ડ વાઇઝ કુંભઆશ્રાય સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જેમાં ૮૦ થી ૧૦૦ લોકો સુધીની સુવાની રહેવાની સુવિધાઓ આપવામાં આવી રહી છે. દરેક વોર્ડ દીઠ પાંચ જેટલા કુંભ આશ્રાય ઉભા કરવામાં આવ્યા છે. જે દર વર્ષે ૨ માસ સુધી નગર નિગમ દ્વારા ચલાવવામાં આવે છે. જેમા લોકોને નિશુલ્ક સેવાઓ મળી રહે છે. દરેક આશ્રાય સ્થાન પર બે કર્મચારીઓ નિમણૂક કરવામાં આવી છે. જેના દ્વારા કુંભ આશ્રાય સ્થાન પર તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે.

  • Follow us on: