ભારતનો સૌથી મોટો ધાર્મિક મેળા મહાકુંભ દેશભરમાંથી હજારો લોકો આવે છે. 10 જાન્યુઆરીથી પ્રગાગરાજમાં મહાકુંભ મેળો શરુ થવાનો છે. આ વર્ષે 2025માં 13 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી સુધી મહાશિવરાત્રી ચાલશે. મહાકુંભની ભીડમાં નાગા સાધુઓની ટોળકી સૌથી વધારે લોકોનું ધ્યાન આક્રર્ષિત કરે છે. પ્રયાગરાજ મહાકુંભમાં 40 કરોડથી વધુ ભક્તો આવવાની સંભાવના માનવામાં આવી રહી છે આ મેળાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. હવે અંતિમ ચરણમાં પહોંચી ગઇ છે. માટીથી ભરીને પગથિયાઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે


નાગા સાધુઓના સંકલ્પ અને દૈનિક જીવનના નિયમો ખૂબ જ કડક હોય છે. ચાલો તમને તેમના કેટલાક ખાસ નિયમો જણાવીએ

નાગા સાધુઓના નિયમો

1: આ સંપ્રદાયના સાધુઓને દુનિયા અને ગૃહસ્થ જીવન સાથે કોઈ જ લેવાદેવા હોતા નથી; તેમનું જીવન ગૃહસ્થ જીવન કરતાં 100 ગણું અલગ અને વધુ મુશ્કેલ હોય છે. તેઓનું જીવન સામાન્ય લોકો કરતા તદ્દન અલગ હોય છે.

2: નાગા સાધુઓ જે વસ્તુઓ તેમના સાથે રાખે છે તે ત્રિશૂળ, ડમરુ, રુદ્રાક્ષ, તલવાર, શંખ, કુંડળ, કમંડલ, ચિમટા, ચીલમ અને ભસ્મ વગેરે રાખે છે.

3. નાગા સાધુઓ સવારે 4 વાગ્યે ઉઠે છે અને તેમના રોજિંદા કાર્યો અને સ્નાન કર્યા પછી, તેઓ શૃંગાર કરે છે, ત્યારબાદ તેઓ હવન, ધ્યાન, પ્રાણાયામ, કપાલ ક્રિયા અને નૌલી ક્રિયામાં વ્યસ્ત થઈ જાય છે.

4. નાગા બાબાઓ આખા દિવસમાં ફક્ત એક જ વાર સાંજે ભોજન કરે છે. તેમનો અભિવાદન મંત્ર "ઓમ નમો નારાયણ" છે. ભગવાન શિવને તેઓ ખૂબ જ માને છે. ભગવાન શિવ તેમના માટે સર્વોપરી છે.

5 નાગા બાબાઓ અખાડાઓ આશ્રમો અને મંદિરોમાં રહે છે, કેટલાક હિમાલયની ગુફાઓ અથવા ઊંચા પર્વતોમાં તપસ્યા માટે પોતાનું જીવન વિતાવે છે. તેઓનું જીવન સામાન્ય લોકો કરતા અગલ હોચ છે.

6 નાગા બાબાઓને અખાડાના આદેશ મુજબ, તેઓ પગપાળા પણ મુસાફરી કરે છે. આ સમય દરમિયાન, તેઓ ગામના પાળ પર ઝૂંપડું બનાવે છે અને અગ્નિ પ્રગટાવે છે.

7 . નાગા જૂથમાં જે નવા સભ્યો લંગોટી સિવાય કંઈ પહેરતા નથી. કુંભમાં અંતિમ પ્રતિજ્ઞા લીધા પછી, તેઓ લંગોટીનો પણ ત્યાગ કરી દે છે અને જીવનભર નગ્ન રહે છે.

  • Follow us on: