- મહારાષ્ટ્રની ચર્ચિત IAS અધિકારી પૂજા ખેડકરે
- સિવિલ સેવા પરીક્ષા પાસ કરવા માટે કરી ગફલતો ?
- પૂજાના પિતા રહી ચૂક્યા છે વહીવટી અધિકારી
મહારાષ્ટ્રના ચર્ચિત IAS અધિકારી પૂજા ખેડકરે સિવિલ સેવા પરીક્ષા પાસ કરવા માટે પોતાને નોન ક્રિમીલિયર ઓબીસી કેન્ડિડેટ ગણાવ્યા હતા. પરંતુ તેમના પિતાએ જ્યારે ચૂંટણીને લઇને સોંગધનામુ રજૂ કર્યુ તેમાં 40 કરોડની સંપત્તિ જણાવી. ત્યારે હવે IAS પૂજા ઓબીસી નોન ક્રિમીલીયર ઉમેદવાર હોવા પર સવાલ ઉઠ્યા છે.
કરોડોમાં છે પૂજાની સંપત્તિ ?
- ચૂંટણી એફિડેવિટ મુજબ પૂજા ખેડકરના માતા-પિતા પાસે 110 એકર ખેતીની જમીન છે. જે કૃષિ ભૂમિ સીમા અધિનિયમનું ઉલ્લંઘન કરે છે.
- 6 દુકાનો, સાત ફ્લેટ ધરાવે છે.
- 900 ગ્રામ સોનું, હીરા, 17 લાખ રૂપિયાની સોનાની ઘડિયાળ, ચાર કાર છે.
- બે ખાનગી કંપનીઓ અને એક ઓટોમોબાઈલ કંપનીમાં હિસ્સો છે.
- IAS પૂજા ખેડકર પોતે 17 કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવે છે.
પૂજા કેમ આવી ચર્ચામાં ?
- એવુ પણ સામે આવ્યું છે કે UPSCમાં સબમિટ કરવામાં આવેલા એફિડેવિટમાં પૂજા ખેડકરે દાવો કર્યો હતો કે તે નેત્રહીન અને માનસિક રીતે બીમાર છે.
- ખેડકરે આ વિકલાંગતા પ્રમાણપત્રનો ઉપયોગ યુપીએસસીમાં પસંદગી માટે વિશેષ છૂટ મેળવવા માટે કર્યો હતો.
- સિવિલ સર્વિસ પરીક્ષામાં ઓછા માર્કસ હોવા છતાં પૂજા ખેડકરે છૂટને કારણે પરીક્ષા પાસ કરી.
મેળવ્યો 841મો રેન્ક મેળવ્યો
પૂજા ખેડકરે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ની પરીક્ષામાં 841મો રેન્ક મેળવ્યો હતો. પૂજાની માતા અહેમદનગર જિલ્લાના ભાલગાંવની સરપંચ છે. પૂજાના પરિવારમાં તેના પિતા અને દાદા બંને વહીવટી સેવામાં છે. તેમના પિતા પણ પુણેમાં આસિસ્ટન્ટ કલેક્ટર હતા.
પૂજાની થઇ બદલી
IAS પૂજા ખેડકરની પુણેથી વાશિમ જિલ્લામાં બદલી કરવામાં આવી છે. સત્તાના દુરુપયોગની ફરિયાદને કારણે મહારાષ્ટ્ર સરકારે ખેડકરની બદલી કરી છે. પુણેના કલેક્ટર ડૉ. સુહાસ દીવસેએ મુખ્ય સચિવને પત્ર લખીને પૂજા ખેડકરની ફરિયાદ કરી હતી. હવે તેમને વાશિમ જિલ્લાના અધિક મદદનીશ કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
પૂજાએ કરી હતી આ માગણીઓ ?
પુણેમાં પૂજાએ પોતાના પ્રોબેશન દરમિયાન વિશેષ અધિકારોની માગ કરી હતી. પૂજા ખેડકરએ લાલા-વાદળી લાઇટ અને વીઆઇપી નંબર પ્લેટ વાળી પોતાની પર્સનલ ઓડી કારનો ઉપયોગ કર્યો. પોતાની કાર પર તેણે મહારાષ્ટ્ર સરકારનું બોર્ડ લગાવ્યું. આ ઉપરાંત તેણે કાર, ઘર, ઓફિસ રૂમ અને વધુ કર્મચારીઓની પણ માગ કરી. આટલુ ઓછુ હોય તેમ તેણે એડિશનલ કલેક્ટરની ગેરહાજરીમાં ચેમ્બર પર કબ્જો કરી લીધો. મહત્વનું છે કે ડૉ. ખેડકરના પિતા રિટાયર્ડ વહીવટી અધિકારી છે. તેમણે કથિત રીતે જિલ્લા કલેક્ટરના કાર્યાલય પર પૂજાની માગને પુરી કરવા દબાણ કર્યુ. એટલુ જ નહી ધમકી પણ આપી હતી કે જો માગણીઓ નહી સંતોષાય તો પરિણામ ભોગવવા પડશે.