- થાણેમાં વરસાદને કારણે સ્થિતિ ગંભીર
- ભસ્તા નદીના કિનારે પહોંચ્યા પર્યટકો
- ભારે વરસાદમાં ફસાતા એનડીઆરએફ આવ્યું મદદે
મહારાષ્ટ્રના થાણેમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી છે. થાણેના શાહપુરની ભસ્તા નદીના કિનારે 150 પર્યટકો ફસાયેલા છે. તેઓને બચાવવા માટે રેસક્યુ ટીમ પહોંચી ગઇ છે. એનડીઆરએફના જવાન ટ્યૂબ બોટ લઇને નીકળ્યા છે.
રજા હોવાથી આવ્યા હતા ફરવા
શનિ-રવિની રજાઓમાં લોકો ભાસ્તા ડેમ પર રજા માણવા આવ્યા હતા. અહીં ઘણા ફાર્મ હાઉસ છે. લોકો રજાઓ ઉજવવા અને વરસાદની મજા માણવા આવ્યા હતા પરંતુ તે તેમના માટે વરસાદ આફત બની ગયો હતો. હવામાન વિભાગે પહેલેથી જ યલો એલર્ટ આપી દીધું હતું અને લોકો તેને અવગણીને ત્યાં પહોંચ્યા હતા. ગત રાતથી જ વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે લોકો ફાર્મ હાઉસ છોડીને નજીકના રેલવે સ્ટેશન સુધી પણ જઈ શકતા નથી. આવી સ્થિતિમાં NDRFની બે ટીમ બચાવવા માટે પહોંચી છે.
લાઇફ જેકેટ પહેરાવીને બચાવી લેવાયા
મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં વરસાદ વચ્ચે પાણીથી ભરેલા રિસોર્ટમાંથી 50થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર આ જાણકારી એનડીઆરએફના એક અધિકારીએ આપી હતી. શાહપુર વિસ્તારમાં પૂરને કારણે રિસોર્ટમાં ફસાયેલા લોકોને બચાવવા માટે NDRFની ટીમે બોટ અને લાઇફ જેકેટનો ઉપયોગ કર્યો હતો.
50થી વધુ લોકોને બચાવી લેવાયા
કહેવામાં આવી રહ્યું છે કે 50 થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. સતત વરસાદ ચાલુ રહેશે તો ખતરો વધી શકે છે. NDRFએ ભાસ્તા નદીના કિનારે એક ટીમ તૈનાત કરી છે. અહીં ઘણા ફાર્મ હાઉસ છે જેમાં લોકો હાજર છે. લોકો રજાઓ માણવા આવ્યા હતા. તેઓએ હવામાન વિભાગની ચેતવણીની અવગણના કરી અને ડેમના કિનારે પહોંચ્યા હતા.
જાહેર કર્યુ હતુ યલો એલર્ટ
હવામાન વિભાગે થાણેને લઈને યલો એલર્ટ જાહેર કર્યું હતું. ભારે વરસાદની આગાહી છતાં પ્રવાસીઓ રજા માણવા ભાસ્તા ડેમ વિસ્તારમાં પહોંચ્યા હતા અને ત્યાં અટવાઈ પડ્યા હતા.