• મહારાષ્ટ્ર કારોબારીની બેઠક
  • બહુજન સમાજ પાર્ટીના સાંસદને મહિલાઓ માર્યો થપ્પડ
  • રામજી ગૌતમને થપ્પડ મારતો વીડિયો થયો વાયરલ

મહારાષ્ટ્ર કારોબારીની બેઠકમાં બહુજન સમાજ પાર્ટીના સાંસદને થપ્પડ મારવાનો મામલો સામે આવ્યો છે. મહિલા કાર્યકર્તાએ બેઠકની વચ્ચે જ બસપા સાંસદ રામજી ગૌતમને થપ્પડ મારી દીધી હતી. આ વીડિયો ભારે વાયરલ થયો છે. જો કે આ ઘટના બુધવારે દાદરમાં બની હતી.

મહિલા કાર્યકર્તાનો કેમ ગયો પારો ?

વાત એમ હતી કે કારોબારીની બેઠક મળી હતી. બેઠક દરમિયાન બહુજન સમાજ પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજી ગૌતમને મહારાષ્ટ્ર કારોબારીની બેઠકમાં સ્ટેજ પર બેઠા હતા.

આ ઘટનાના વીડિયોમાં જોઈ શકાય છે કે સભા દરમિયાન કાર્યકરો એક પછી એક સાંસદ અને સ્ટેજ પર અન્ય મહાનુભાવોને મળી રહ્યા છે. આ દરમિયાન આ મહિલા કાર્યકર્તા પણ સ્ટેજ પર પહોંચી ગઈ અને અચાનક સાંસદને થપ્પડ મારી દીધી.

પાર્ટીમાંથી હાંકી કઢાયા

આ ઘટનાથી સૌ કોઈ ચોંકી ગયા હતા. આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. સાંસદને થપ્પડ મારનાર મહિલા કાર્યકર્તાનું નામ નીમા મોહરકર છે, જે ભંડારાના રહેવાસી છે. તેની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. આ ઉપરાંત તેમને પાર્ટીમાંથી પણ હાંકી કાઢવામાં આવ્યા છે.


શું હતી નારાજગી ?

એવું કહેવામાં આવી રહ્યું છે કે તાજેતરમાં યોજાયેલી સંસદીય ચૂંટણીમાં તેમને ભંડારા-ગોંદિયાથી ટિકિટ ન આપવાને કારણે તેઓ નારાજ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ટિકિટ વહેંચણીના કારણે કાર્યકરો તેમનાથી ખૂબ નારાજ છે. આ દરમિયાન મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષ સુનીલ ડોંગરેને હટાવવાના નારા લગાવવામાં આવ્યા હતા.

રામજી ગૌતમ યુપીના લખીમપુર ખીરીના રહેવાસી છે. 1980ની આસપાસ તેઓ બસપામાં જોડાયા હતા. પાર્ટીએ તેમને બાંદાના કોઓર્ડિનેટર બનાવ્યા હતા. બાદમાં ઘણા જિલ્લાની જવાબદારી પણ સોંપી હતી. તેમને 2018માં પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવ્યા હતા.


  • Follow us on: