મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને લઈ પ્રચાર જોરશોરમાં ચાલી રહ્યો છે. તેની વચ્ચે ઉદ્ધવ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસ બાદ હવે મુખ્યપ્રધાન એકનાથ શિંદેની પણ બેગ ચેક કરવામાં આવી છે. પાલઘરમાં CM શિંદેની બેગની તપાસ કરવામાં આવી છે.


પાલઘર હેલિપેડ પર તપાસ કરવામાં આવી

કોલગાંવ પોલીસ પરેડ ગ્રાઉન્ડ સ્થિત હેલિપેડ પર સીએમની બેગની તપાસ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે ચૂંટણી પંચ દ્વારા બેગની તપાસ કરવામાં આવી હતી. પાલઘર હેલિપેડ પર ઉતર્યા બાદ CM શિંદેની બેગની તપાસ કરવામાં આવી હતી.

ઉદ્ધવ ઠાકરેના કાફલાને ચેકપોસ્ટ પર રોકવામાં આવ્યો હતો

તમને જણાવી દઈએ કે શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના કાફલાને સિંધુદુર્ગ જિલ્લામાં મહારાષ્ટ્ર-ગોવા બોર્ડર પર એક ચેકપોસ્ટ પર અટકાવી દેવામાં આવ્યો હતો. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરે કોંકણ પ્રદેશમાં પ્રચાર પ્રવાસ પર હતા. ગોવાથી મહારાષ્ટ્રમાં પ્રવેશતી વખતે ઠાકરેના કાફલાને ઈન્શુલી ચેકપોસ્ટ પર રોકવામાં આવ્યો હતો, જેને લઈને તેઓ નારાજ પણ થયા હતા.

અજિત પવારના બેગની પણ તપાસ કરવામાં આવી હતી

CM શિંદે પહેલા NCP ચીફ અને ડેપ્યુટી CM અજિત પવારની બેગ પણ ચેક કરવામાં આવી હતી. જેનો વીડિયો પણ તેમને શેર કર્યો હતો. અજિતે કહ્યું કે આજે જ્યારે તેઓ ચૂંટણી પ્રચાર માટે જઈ રહ્યા હતા, ત્યારે ચૂંટણી પંચની ટીમે તેમની બેગ અને હેલિકોપ્ટરની તપાસ કરી હતી. આ દરમિયાન મેં સંપૂર્ણ સહકાર આપ્યો અને માન્યું કે મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે આ પ્રકારના પગલા લેવા જરૂરી છે. દેશના તમામ લોકોએ કાયદાનું સન્માન કરવું જોઈએ અને લોકશાહીની અખંડિતતા જાળવવાના પ્રયાસોને સમર્થન આપવું જોઈએ.

ઉદ્ધવ ઠાકરેની બેગ પણ ચેક કરવામાં આવી હતી

તમને જણાવી દઈએ કે ટ્વીટર પર એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં ચૂંટણી અધિકારીઓએ ઉદ્ધવ ઠાકરેની બેગ ચેક કર્યા બાદ તેઓ ગુસ્સે થઈ ગયા હતા અને ઉદ્ધવ ઠાકરએ અધિકારીઓને પૂછયું હતું કે શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ જ્યારે રેલીઓને સંબોધવા મહારાષ્ટ્ર આવે છે, ત્યારે તેમના સામાનની તપાસ કરવામાં આવે છે?

  • Follow us on: