• આઇએએસ પૂજા ખેડકરની નિમણૂકને લઇને વિવાદ
  • પોતાના પર લાગેલા આક્ષેપોને લઇને આપ્યુ નિવેદન
  •  નોન ક્રિમીલિયર ઓબીસી કેન્ડિડેટ ગણાવ્યા હતા 

મહારાષ્ટ્ર કેડરની ટ્રેની આઇએએસ અધિકારી પૂજા ખેડકર હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. તેના અને તેના પરિવાર પર લાગેલા આરોપ વચ્ચે પૂજાનું નિવેદન સામે આવ્યું છે. તેનું કહ્યુ છે કે હું મારા સામે લાગેલા આક્ષેપો અંગે કમેટીમાં મારો પક્ષ મૂકીશ.

બનાવટી સર્ટી સબમિટ કર્યા ?

સૂત્રોના જણાવ્યા અનુસાર ખેડકરે નિમણૂંક સમયે રજૂ કરેલા તમામ પ્રમાણપત્રોની તપાસ કરવામાં આવશે. તેણે માત્ર OBC અથવા વિકલાંગતા પ્રમાણપત્ર જ નહીં પરંતુ આર્થિક રીતે નબળા વિભાગ (EWS) પ્રમાણપત્ર પણ સબમિટ કર્યું છે.

ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે હાજર ન રહી

સૂત્રોનું કહેવું છે કે જો તપાસ દરમિયાન એક પણ સર્ટિફિકેટ બનાવટી જણાશે તો તેને તાત્કાલિક અસરથી નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે. સર્ટિફિકેટની ખરાઈ કર્યા વિના તેમની નિમણૂક કેવી રીતે કરવામાં આવી તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે એ પણ જાણવામાં આવી રહ્યું છે કે તેને વેરિફિકેશન માટે ઘણી વખત બોલાવવામાં આવી હતી પરંતુ તે હાજર થઈ ન હતી.

પૂજા ખેડકરે શું કહ્યું ?

પૂજા ખેડકરે પોતાના પર લાગેલા આરોપો પર પૂજા ખેડકરે કહ્યું છે કે જો તપાસ માટે કમિટી બનાવવામાં આવશે તો હું કમિટી સમક્ષ મારો પક્ષ રજૂ કરીશ. મને મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે જો આવી કમિટી બનાવવામાં આવી છે તો આપણે તેનું સન્માન કરવું જોઈએ.

કોણ છે પૂજા ખેડકર?

IAS પૂજા ખેડકર તાજેતરમાં ચર્ચામાં આવી હતી જ્યારે તેણીની તાલીમ પૂર્ણ કરતા પહેલા જ પુણેથી વાશિમ જિલ્લામાં બદલી કરવામાં આવી હતી. પૂજાએ પૂણેમાં અલગ કેબિન અને સ્ટાફની માંગ કરી હતી, જેના કારણે વિવાદ ઊભો થયો હતો. નવી મુંબઈ પોલીસે 32 વર્ષીય પ્રોબેશનરી IAS ઓફિસર પૂજાના વર્તન અંગે પુણે કલેક્ટર ઓફિસ અને ગૃહ વિભાગના વરિષ્ઠ અધિકારીનો સંપર્ક કર્યો હતો.

કરોડોમાં છે પૂજાની સંપત્તિ ?

  • ચૂંટણી એફિડેવિટ મુજબ પૂજા ખેડકરના માતા-પિતા પાસે 110 એકર ખેતીની જમીન છે. જે કૃષિ ભૂમિ સીમા અધિનિયમનું ઉલ્લંઘન કરે છે.
  • 6 દુકાનો, સાત ફ્લેટ ધરાવે છે.
  • 900 ગ્રામ સોનું, હીરા, 17 લાખ રૂપિયાની સોનાની ઘડિયાળ, ચાર કાર છે.
  • બે ખાનગી કંપનીઓ અને એક ઓટોમોબાઈલ કંપનીમાં હિસ્સો છે.
  • IAS પૂજા ખેડકર પોતે 17 કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવે છે.

પૂજા કેમ આવી ચર્ચામાં ?

  • એવુ પણ સામે આવ્યું છે કે UPSCમાં સબમિટ કરવામાં આવેલા એફિડેવિટમાં પૂજા ખેડકરે દાવો કર્યો હતો કે તે નેત્રહીન અને માનસિક રીતે બીમાર છે.
  • ખેડકરે આ વિકલાંગતા પ્રમાણપત્રનો ઉપયોગ યુપીએસસીમાં પસંદગી માટે વિશેષ છૂટ મેળવવા માટે કર્યો હતો.
  •  સિવિલ સર્વિસ પરીક્ષામાં ઓછા માર્કસ હોવા છતાં પૂજા ખેડકરે છૂટને કારણે પરીક્ષા પાસ કરી.

  • Follow us on: