મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારે મોટો નિર્ણય લીધો છે. શિંદે સરકારે પૂણે એરપોર્ટનું નામ બદલવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. હવે પુણેના લોહગાંવ એરપોર્ટનું નામ બદલીને જગદગુરુ સંત તુકારામ મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ, પુણે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારનો મોટો નિર્ણય
મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારે મોટો નિર્ણય લીધો છે. શિંદે સરકારે પૂણે એરપોર્ટનું નામ બદલવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. હવે પુણેના લોહગાંવ એરપોર્ટનું નામ બદલીને જગદગુરુ સંત તુકારામ મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ, પુણે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચૂંટણી પંચની મહારાષ્ટ્ર મુલાકાત પહેલા આજે કેબિનેટની મોટી બેઠક મળી હતી જેમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. શિંદે સરકારે વારકરી સમુદાયને મોટી ભેટ આપી છે.
પુણે એરપોર્ટનું નામ હવે 'સંત તુકારામ' તરીકે ઓળખાશે
એરપોર્ટનું નામ બદલવા માટે છેલ્લા ઘણા દિવસોથી પ્રયાસો ચાલી રહ્યા હતા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આજે કેબિનેટની બેઠકમાં 17મી સદીના વારકરી સંપ્રદાયના મરાઠી સંત તુકારામ મહારાજના નામ પર એરપોર્ટનું નામ બદલવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ માટે, એક શિલાન્યાસ સમારોહ દરમિયાન, રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ પ્રસ્તાવ લાવવાની અને તેને મંજૂરી માટે મોકલવાની જાહેરાત કરી હતી, જેના પછી આજે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
જૂનું નામ હતું લોહેગાંવ એરપોર્ટ
પુણે એરપોર્ટને લોહેગાંવ એરપોર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ નિર્ણય બાદ વારકરી સંપ્રદાયમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે રાજકીય નિષ્ણાતો આ નિર્ણયને શિંદે સરકારનો માસ્ટર સ્ટ્રોક અને મહારાષ્ટ્રની આગામી વિધાનસભા ચૂંટણી પહેલા વારકરી વોટ બેંકને ટેપ કરવા માટેનું એક ઉત્તમ પગલું ગણાવી રહ્યા છે. પીએમ મોદીએ પણ વારકરી સમુદાયના કાર્યક્રમમાં ભાગ લીધો છે, તેથી સમજી શકાય છે કે નામકરણની આ રાજનીતિ આવનારા સમયમાં વોટ બેંકની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે આ નિર્ણય લીધો હતો જે કેબિનેટને મોકલવામાં આવ્યો હતો અને આજે કેબિનેટે તેને મંજૂરી આપી દીધી છે.













