ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા અને બીજેડી નેતા પિનાકી મિશ્રાના લગ્નની ચર્ચા હાલ જ્યાં જુઓ ત્યાં સાંભળવા મળી રહી છે. ન્યુલી મેરીક કપલનો એક વીડિયો સોશિયન મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો ખુદ મહુઆએ તેવા વ્હોટ્સએપ સ્ટેટસ પર અપડેટ કર્યો છે જેમાં તે પોતાના પતિ પિનાકી સાથે ડાન્સ કરતી નજરે પડે છે. વીડિયોમાં મહુઆએ પરંપરાગત સાડી પહેરી છે જેમાં તે ખુબજ સુંદર લાગી રહી છે, મહુઆના ચહેરા પર ખુશી છલકાઇ રહી છે. પિનાકી મિશ્રા પણ ખભેખભો મેળવીને ડાન્સ કરતા દેખાય છે. બંને વચ્ચેનું ખાસ બોન્ડિગ જોઇ શકાય છે.


3મેના લગ્નના બંધનથી બંધાયા

મહુઆ મોઇત્રા અને પિનાકી મિશ્રાએ 3મેના લગ્ન કર્યા હતા. જર્મનીના બર્લિન શહેરમાં લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ લગ્નમાં ખુબજ અંગત વ્યક્તિઓને આમંત્રણ આપવામાં આવ્યુ હતુ. જો કે સોશિયલ મીડિયા પર આ સમાચાર દુનિયા સુધી પહોંચી ગયા હતા. મહુઆએ ગુરૂવારે ટ્વીટ કરીને તસવીરો શેર કર હતી જેમાં તે કેક કાપતા દેખાય છે. પોસ્ટના કેપ્શનમાં લખ્યુ છે કે પ્યાર અને શુભકામનાઓ માટે ધન્યવાદ, તમારી આભારી રહીશ.

લગ્નની તસવીરોમાં મહુઆએ હલ્કા પિંક કલરની ગોલ્ડન રંગની સાડી પહેરી

લગ્નની તસવીરોમાં મહુઆએ હલ્કા પિંક કલરની ગોલ્ડન રંગની સાડી પહેરી છે જેમાં તે ખુબજ આકર્ષક લાગી રહી છે પિનાકી મિશ્રાએ સફેદ કુર્તા અને પાયજામાને સહજતા અને સાદગીથી પહેર્યો છે.

બે દિગ્ગજ બે પ્રદેશ

50 વર્ષની મહુઆ મોઇત્રા પશ્ચિમ બંગાળની કૃષ્ણાનગર લોકસભા સીટથી બે વખત સાંસદ રહ્યા છે. જ્યારે 65 વર્ષના પિનાકી મિશ્રા ઓડિશાની પુરી વિધાનસભા સીટના 4 વખત સાંસદ રહી ચુક્યા છે. બંનેનો રાજનીતિમાં દશકો જુનો અનુભવ છે. બંને નેતાઓના લગ્નથી રાજકારણની દુનિયામાં એક નવુ ઉદાહરણ સામે આવ્યુ છે. 

  • Follow us on: