• મણિપુરના થૌબલમાં અજાણ્યા હુમલાખોરોએ કર્યું ફાયરિંગ
  • આમને સામને એક કલાક સુધી ચાલું રહ્યું અંધાધૂંધ ગોળીબાર
  • કાયદો અને વ્યવસ્થા જાળવવા વધારાના ફોર્સ તૈનાત

મણિપુરમાં ફરી એકવાર લોકસભા ચૂંટણી દરમિયાન થૌબલ જિલ્લામાં અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કર્યો છે. જેના કારણે ગામના સ્વયંસેવકો દ્વારા જવાબી ગોળીબાર કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનામાં એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી છે.

લોકસભા ચૂંટણી 2024 પહેલા ઉત્તર પૂર્વ મણિપુરમાં વાતાવરણ ફરી તંગ બની ગયું છે. કારણ કે સશસ્ત્ર સુરક્ષા દળો અને અજાણ્યા હુમલાખોરો વચ્ચે ગોળીબાર થયો છે. મણિપુરના થોબલ જિલ્લાના હિરોક ગામ નજીક 12 એપ્રિલ, 2024ના રોજ સશસ્ત્ર ગ્રામીણ સ્વયંસેવકો અને અજાણ્યા બંદૂકધારીઓ વચ્ચે ગોળીબારમાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો, 

મણિપુરમાં હિંસા મામલે પોલીસે શું કહ્યું?

મણિપુર પોલીસના જણાવ્યા અનુસાર, શુક્રવારે વહેલી સવારે હિરોક ગામ તરફ અજાણ્યા બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો હતો, જેના પગલે ગામમાં સુરક્ષા માટે તૈનાત સશસ્ત્ર સ્વયંસેવકોએ જવાબી કાર્યવાહી કરી હતી. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, આ ગોળીબાર લગભગ એક કલાક સુધી ચાલુ રહ્યો હતો અને ત્યારબાદ છૂટાછવાયા ગોળીબાર કરવામાં આવ્યા હતા. ફાયરિંગને કારણે નિંગથૌજમ જેમ્સ સિંઘ નામનો એક વ્યક્તિ ઘાયલ થયો હતો, જેને બાદમાં ઇમ્ફાલની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. દાખલ કરવામાં આવ્યો હતો.

કાયદો અને વ્યવસ્થા જાળવવા વધારાના ફોર્સ તૈનાત

મણિપુર પોલીસે માહિતી આપી હતી કે પરિસ્થિતિને કાબૂમાં લેવા અને ઓપરેશન ચલાવવા માટે વધારાના પોલીસ દળોને વિસ્તારમાં મોકલવામાં આવ્યા છે. આ વિસ્તારમાં મોટા પાયે સર્વેલન્સ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને સર્ચ ઓપરેશન પણ શરૂ કરવામાં આવ્યું છે. ફાયરિંગમાં કોણ કોણ સામેલ હતું તે જાણવા માટે સ્થાનિક સૂત્રોની મદદ લેવામાં આવી રહી છે.

  • Follow us on: