• હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં બસે મારી પલ્ટી
  • બસ ડ્રાઇવરે સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવતા બની ઘટના
  • 21થી વધુ મુસાફરો હોસ્પિટલમાં સારવાર હેઠળ

હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે. અહીં કાંગડા ટનલ પાસે 52 શ્રદ્ધાળુઓથી ભરેલી બસ પલટી ગઈ. આ દુર્ઘટનામાં 21 મુસાફરો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક RPGMC ટાંડામાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા.


SP શાલિની અગ્રનિહોત્રીએ જણાવ્યું કે, ઘટના અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે. સ્થળ પર સ્થિતિ સામાન્ય છે. બસને યાંત્રિક તપાસ માટે જપ્ત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, ભક્તોથી ભરેલી આ બસ કાંગડાથી જ્વાલાજી જઈ રહી હતી. આ બસ કાંગડાના સમેલા પાસે કાબૂ ગૂમાવતા પલટી ગઈ હતી. રાહતની વાત એ છે કે કોઈ મુસાફરને ગંભીર ઈજા થઈ નથી. પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.






  • Follow us on: