- રાજકુમાર આનંદે કેજરીવાલ સરકાર પર અનેક સવાલો ઉઠાવ્યા
- AAP છોડનાર રાજકુમાર આનંદના પત્રમાં APPથી નારાજગી વ્યક્ત કરી
- હું મારું નામ તેમના ભ્રષ્ટાચાર સાથે જોડવા માંગતો નથી: રાજકુમાર આનંદ
AAP છોડનાર રાજકુમાર આનંદનો પત્ર વાયરલ થયો છે. રાજકુમાર આનંદે પત્રમાં લખ્યું છે કે, આમ આદમી પાર્ટીનો જન્મ ભ્રષ્ટાચાર વિરુદ્ધના આંદોલનમાંથી થયો હતો, પરંતુ આજે આ પાર્ટી પોતે જ ભ્રષ્ટાચારની દલદલમાં ફસાઈ ગઈ છે.
મળતી માહિતી મુજબ, દિલ્હી સરકારમાં મંત્રી રહેલા રાજકુમાર આનંદે તાજેતરમાં જ તેમના મંત્રી પદ અને આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. તેમણે પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને પત્ર લખીને તેમના રાજીનામાની જાણકારી આપી હતી. પત્રમાં રાજકુમાર આનંદે કેજરીવાલ સરકાર પર અનેક સવાલો ઉઠાવ્યા હતા. આનંદે પત્રમાં લખ્યું છે કે, આમ આદમી પાર્ટીનો જન્મ ભ્રષ્ટાચાર વિરુદ્ધના આંદોલનમાંથી થયો હતો, પરંતુ આજે આ પાર્ટી પોતે જ ભ્રષ્ટાચારની દલદલમાં ફસાઈ ગઈ છે. અમારા બે મંત્રીઓ જેલમાં છે, અમારા મુખ્યમંત્રી જેલમાં છે. અમારી સરકાર પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો છે. મને નથી લાગતું કે સરકારમાં રહેવા માટે અમારી પાસે કોઈ નૈતિક તાકાત બાકી છે.














