- મણિપુરમાં સામાન્ય જનતા માટે રાહતના સમાચાર
- પાંચ મહિના બાદ જનતા માટે ખુશીની લાગણી
- મુખ્યમંત્રી એન.બિરેન સિંહે કર્યું મોટું એલાન
મણિપુરમાં હિંસાના માહોલ વચ્ચે ઘણા સમય બાદ જનતા માટે મુખ્યમંત્રીએ રાહત ભર્યો નિર્ણય લીધો છે. મણિપુરમાં શરૂ થયેલી હિંસાને કારણે છેલ્લા ઘણા સમયથી બંધ રહેલી ઇન્ટરનેટ સેવા શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે.
પાંચ મહિના બંધ હતી ઇન્ટરનેટ સેવા
મણિપુરમાં ચાલી રહેલી હિંસા વચ્ચે મુખ્યમંત્રી એન બિરેન સિંહે સામાન્ય લોકોને મોટી રાહત આપી છે. સીએમ સિંહે આજથી એટલે કે 23મી સપ્ટેમ્બરથી જનતા માટે ઇન્ટરનેટ સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી છે. રાજ્યમાં હિંસા શરૂ થયા બાદ લગભગ પાંચ મહિના સુધી ઈન્ટરનેટ સેવાઓ બંધ હતી.
3મેએ મહિપુરમાં થઇ હતી હિંસા
મહત્વનું છે કે મણિપુરમાં 3 મેથી હિંસા શરૂ થઈ હતી. ત્યારબાદ રાજ્યમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. હિંસાને ધ્યાનમાં રાખીને શરૂઆતમાં માત્ર પાંચ દિવસ માટે ઈન્ટરનેટ સેવાઓ બંધ રાખવામાં આવી હતી, પરંતુ બાદમાં તેને વધુ પાંચ દિવસ માટે લંબાવવામાં આવી હતી.
25 જુલાઇએ કર્યો હતો આદેશ
સતત સાડા ચાર મહિનાથી મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ છે. 25 જુલાઈના રોજ, સરકારી આદેશ પછી, બ્રોડબેન્ડ સેવાઓ શરતી રીતે પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. મહત્વનું છે કે ગયા મહિને મણિપુર હાઈકોર્ટે પણ રાજ્ય સરકારને કેસ-દર-કેસના આધારે તબક્કાવાર મોબાઈલ નંબરોની સૂચિબદ્ધ કરીને મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ પ્રદાન કરવાનો નિર્દેશ આપ્યો હતો.