• મણિપુરમાં સ્થિતિ ફરી સંવેદનશીલ
  • પોલીસ કાફલો ઊતર્યો રસ્તા પર
  • હત્યાના વિરોધમાં જોરદાર પ્રદર્શન

તાજેતરમાં જ મણિપુર સરકારે ઈન્ટરનેટ સેવાઓ પરનો પ્રતિબંધ હટાવી લીધો હતો. જેના પછી ઘણા વીડિયો વાયરલ થયા હતા. જેના કારણે રાજ્યમાં ફરી કાયદો અને વ્યવસ્થા વધારે વણસે એની સતર્કતા રૂપે રાજ્ય સરકારે મોબાઈલ ઈન્ટરનેટ સેવા પર 5 દિવસ માટે પ્રતિબંધ મુક્યો છે. તેમજ શાળાઓ બંધ કરવાનો આદેશ જારી કર્યો હતો. વાસ્તવમાં ઈમ્ફાલમાં બે યુવકોના અપહરણ અને હત્યાના વિરોધમાં પ્રદર્શન થઈ રહ્યા છે.

પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો

જેને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. આ પછી તરત જ ઘણી ઉચ્ચ સ્તરીય બેઠકો યોજવામાં આવી હતી અને ઇન્ટરનેટ પર પ્રતિબંધનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ મોબાઈલ ઈન્ટરનેટ સેવા પરનો પ્રતિબંધ તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવી રહ્યો છે. આ 1 ઓક્ટોબરના રોજ સાંજે 7:45 વાગ્યા સુધી અમલમાં રહેશે. ભવિષ્યની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ અંગે નિર્ણય લેવામાં આવશે. બીજી તરફ રાજ્યની તમામ ખાનગી અને સરકારી શાળાઓ બુધવાર અને શુક્રવારે બંધ રહેશે.


સ્થિતિ કાબૂ બહાર ગઈ

ડિરેક્ટોરેટ ઓફ એજ્યુકેશનએ આ માટે આદેશ જારી કર્યો છે. ઇદ-એ-મિલાદ ગુરુવારે છે, તેથી રાજ્યમાં જાહેર રજા રહેશે. 45થી વધુ વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, ઈમ્ફાલમાં પ્રદર્શન બાદ સ્થિતિ કાબૂ બહાર થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં જવાનોએ લાઠીચાર્જ કરવો પડ્યો હતો. જેમાં 45થી વધુ વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. તેમને ઇમ્ફાલ પૂર્વ અને પશ્ચિમ જિલ્લાની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તમામની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. રાજધાનીમાં મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે.

ફરી એકવાર કર્ફ્યૂ લાગુ કરાયો

મણિપુરમાં ફરી એકવાર તણાવ વધ્યો, કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. અપહરણની ઘટના જુલાઈમાં બની હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિઝામ હેમજીત (ઉ.વ.20) અને હિઝામ લિન્થોઈંગમ્બી (ઉ.વ.17)નું જુલાઈમાં અપહરણ કરવામાં આવ્યું હતું. આરોપ છે કે કુકી આતંકવાદીઓએ તેની હત્યા કરી હતી. જેની તસવીરો વાયરલ થઈ રહી છે. જેના કારણે રાજ્યમાં સ્થિતિ ફરી વણસી રહી છે.

  • Follow us on: