• આજે CBIએ દાખલ કરી સપ્લીમેન્ટરી ચાર્જશીટ
  • સિસોદિયા સહિત કુલ 3 લોકોના નામ ઉમેરાયા
  • બચ્ચી બાબુ, અર્જુન પાંડે, અમન દીપના પણ નામ 

દિલ્હીના ચકચારી લિકર પોલિસી કેસમાં આજે કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઇ દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ ચાર્જશીટમાં પહેલી વાર દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાનુ નામ દાખલ કર્યું છે. લિકર પોલિસી કેસમાં આરોપી તરીકે પહેલીવાર દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાનુ નામ ઉમેરવામાં આવ્યું છે. આજે, CBI દ્વારા સપ્લીમેન્ટરી ચાર્જશીટ દાખલ કરવામાં આવી જેમાં, મનીષ સિસોદિયાની સાથે બચ્ચી બાબુ, ભારત રાષ્ટ્ર સમિતિના નેતા કવિતાના ઓડિટર અર્જુન પાંડે અને અમન દીપના નામ પણ દાખલ કરવામાં આવ્યા છે. 

સૂત્રોનુ કહેવું છે કે એજન્સી આરોપીઓની આ કેસમાં શું ભૂમિકા રહી હતી તેને લઈને વધુ તપાસ કરવામાં આવી રહી છે. હાલ તો મનીષ સિસોદિયા પહેલી મે સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે, તેમની 26 ફેબ્રુઆરીના રોજ CBIએ ધરપકડ કરી હતી. તેઓ છેલ્લા 2 મહિનાથી તિહાડ જેલમાં બંધ છે.

શું છે દિલ્હી લિકર પોલિસી કેસ

દિલ્હી સરકારે 17 નવેમ્બર 2021ના રોજ નવી એક્સાઈઝ પોલિસી લાગુ કરી હતી. દિલ્હી સરકારે આ નવી નીતિ લાગુ થાય બાદ રેવન્યુમાં વધારો થવાની સાથે સાથે માફિયા રાજ ખતમ થવાનો તર્ક આપ્યો હતો. જોકે, થયું આનાથી તદ્દન ઊંધું. દિલ્હી સરકારી તિજોરીને મોટું નુકશાન થયું. દિલ્હીના તત્કાલીન મુખ્ય સચિવે જુલાઇ 2022માં દિલ્હીના એલજી વી. કે. સક્સેનાને રિપોર્ટ સોંપ્યો હતો, જેમાં મનીષ સિસોદિયા પર લિકરના ઉદ્યોગકારોને ગેરકાયદેસર લાભ પહોંચાડવાનો આરોપ લાગ્યો હતો.

એલજીએ કરી હતી CBI તપાસની ભલામણ

એલજીએ આ કેસની તપાસ CBI પાસે કરાવવા માટે ભલામણ કરી હતી. એલજીની ભલામણ બાદ 17 ઓગસ્ટ 2022ના રોજ CBIએ કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. આ કેસમાં મનીષ સિસોદિયા સહિત 15 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. લગભગ 6 મહિના પછી CBIએ મનીષ સિસોદિયાની ફેબ્રુઆરી 2023 મહિનામાં ધરપકડ કરી લીધી હતી. સિસોદિયા ત્યારથી જેલમાં બંધ છે.

જણાવી દઈએ કે, આ કેસમાં દિલ્હીના પૂર્વ સીએમ મનીષ સિસોદિયા હાલ જેલમાં બંધ છે. સિસોદિયાને CBIએ 26 ફેબ્રુઆરીના રોજ ધરપકડ કરી હતી. જેલમાં બંધ મનીષ સિસોદિયાની EDએ પણ પૂછપરછ કરી હતી. ED એ પૂછપરછ બાદ મનીષ સિસોદિયાની ધરપકડ કરી લીધી હતી. EDએ સિસોદિયાને રિમાન્ડમાં લઈને પૂછપરછ કરી હતી. મનીષ સિસોદિયાએ આ મામલે રાઉજ એવન્યુ કોર્ટમાં અરજી દાખલ કરીને જામીન અરજી કરી હતી. પરંતુ કોર્ટ તેમની જામીન અરજી ફગાવી દીધી હતી.


  • Follow us on: