- રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી લંબાવી
- CBI કેસમાં 27મી એપ્રિલ સુધી કસ્ટડી વધારવામાં આવી
- ઇડી કેસમાં 29 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડી વધારવામાં આવી છે
દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારના પૂર્વ મંત્રી મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી સોમવારે (17 એપ્રિલ) 14 દિવસ માટે લંબાવવામાં આવી હતી. રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી લંબાવી દીધી છે.
મળતી માહિતી પ્રમાણે દિલ્હીની નવી દારૂ નીતિમાં કથિત અનિયમિતતાઓને લઈને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા નોંધાયેલા કેસમાં તેમની કસ્ટડી વધારવાનો આદેશ આવ્યો છે. આ સાથે જ કોર્ટે CBI દ્વારા નોંધાયેલા કેસમાં મનીષ સિસોદિયાની કસ્ટડી લંબાવી દીધી છે. CBI કેસમાં 27મી એપ્રિલ અને ઇડી કેસમાં 29 એપ્રિલ સુધી વધારી દીધી છે.













