- એકસાઇઝ પોલિસી કેસમાં CBI કોર્ટે અરજી ફગાવી
- સિસોદિયા CBIના ભ્રષ્ટાચાર અને ઈડીના મની લોન્ડરિંગ કેસમાં ન્યાયિક કસ્ટડી હેઠળ જેલમાં
- સિસોદિયા નીચલી કોર્ટના ચુકાદાની વિરૂદ્ધ હાઇકોર્ટમાં અપીલ કરશે
એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત CBI કેસમાં દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજી રાઉઝ એવન્યુ ખાતેની વિશેષ CBI કોર્ટે ફગાવી દીધી છે. સ્પેશિયલ જજ એમ કે નાગપાલે અરજીને ફગાવી દેવાનો નિર્ણય સંભળાવ્યો હતો.













