- મનીષ સિસોદિયા 26 ફેબ્રુઆરી 2023થી તિહાર જેલમાં બંધ
- 18 એપ્રિલ સુધી મનીષ સિસોદિયા જ્યુડિશિયલ કસ્ટડીમાં
- 6 એપ્રિલે મનીષ સિસોદિયાની કસ્ટડી પૂરી થવાનો હતો સમય
દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ અને AAPના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી 12 દિવસ માટે લંબાવવામાં આવી છે. રાઉઝ એવન્યુ કોર્ટે તેને 18 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં રાખવા આદેશ આપ્યો હતો. લિકર નીતિ કેસમાં તિહાર જેલમાં બંધ સિસોદિયાની કસ્ટડી આજે એટલે કે 6 એપ્રિલે પૂરી થઈ રહી હતી. આ અંગે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
મનીષ સિસોદિયા 26 ફેબ્રુઆરી 2023થી તિહાર જેલમાં બંધ
મનીષ સિસોદિયા 26 ફેબ્રુઆરી 2023થી તિહાર જેલમાં બંધ છે. આ મામલાને લઈને CBI અને EDનો દાવો છે કે, સિસોદિયાએ દારૂના વેપારીઓને ફાયદો કરાવવા માટે એક્સાઈઝ પોલિસીમાં ફેરફાર કર્યો હતો. જેના કારણે AAP નેતાઓને લાંચ તરીકે મોટી રકમ મળી હતી. આ પહેલા મનીષ સિસોદિયાની જામીન અરજી પર પણ 2જી એપ્રિલે સુનાવણી થઈ હતી. આ દરમિયાન તેણે કોર્ટમાં કહ્યું હતું કે, તેને જેલમાં રાખવાનો કોઈ ફાયદો નથી કારણ કે તેની સામે ચાલી રહેલી તપાસ પૂરી થઈ ગઈ છે.
મનીષ સિસોદિયાને નથી મળી રાહત
મનીષ સિસોદિયાના જામીનનો વિરોધ કરતા EDએ કહ્યું કે, કાર્યવાહીમાં કોઈ વિલંબ નથી પરંતુ આરોપીઓ વતી વ્યર્થ અરજીઓ દાખલ કરીને વિલંબ કરવામાં આવી રહ્યો છે. એડવોકેટ ઝોહેબ હુસૈન, ED તરફથી હાજર થયા, તેમણે કહ્યું કે, ટ્રાયલમાં વિલંબનો ઉપયોગ મનીષ સિસોદિયાની જામીન અરજીમાં આધાર તરીકે કરવામાં આવી રહ્યો છે, જ્યારે વિલંબ આરોપી દ્વારા કરવામાં આવી રહ્યો છે. સુનાવણી દરમિયાન, મનીષ સિસોદિયા વતી કહેવામાં આવ્યું હતું કે ટ્રાયલ ગોકળગાયની ગતિએ ચાલી રહી છે જ્યારે સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં જામીન અરજી પર વહેલી તકે સુનાવણી કરવા માટે કહ્યું છે .