પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના અંતિમ સંસ્કાર આવતીકાલે શનિવારે સવારે 10-11 વાગ્યે દિલ્હીમાં શક્તિ સ્થળ પાસે કરવામાં આવશે. તેમની પુત્રી આજે મોડી રાત્રે અમેરિકાથી દિલ્હી પહોંચશે. ડૉ. મનમોહન સિંહના નશ્વરદેહને દિલ્હીના મોતીલાલ નહેરુ માર્ગ પરના તેમના નિવાસસ્થાને રાખવામાં આવ્યો છે. ગઈકાલે રાત્રે એઇમ્સમાંથી તેમના નશ્વરદેહને નિવાસ સ્થાને લઇ જવાયો હતો.


નશ્વર દેહને નિવાસ સ્થાને લવાયો

આજે તેમના નશ્વરદેહને નિવાસ સ્થાને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ, વડાપ્રધાન સહિત રાજકીય દિગ્ગજો અંતિમ દર્શનાર્થે પહોંચ્યા હતા. ત્યારે હવે આવતીકાલે રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાશે. તેનો હેતુ એટલો જ હોય છે કે દેશ પ્રત્યેના તેમના યોગદાન અને તેમના પદની ગરમિા જળવાય અને સન્માન મળે.

21 તોપોની સલામી અપાશે 

અંતિમ સંસ્કાર પહેલા પૂર્વ વડાપ્રધાનના નશ્વર દેહને ભારતના રાષ્ટ્રીય ધ્વજ એટલે કે ત્રિરંગામાં લપેટવામાં આવે છે. આ સિવાય અંતિમ સંસ્કાર દરમિયાન તેમને 21 તોપોની સલામી પણ આપવામાં આવે છે. આ સલામ સર્વોચ્ચ રાજ્ય સન્માનનું પ્રતીક માનવામાં આવે છે.

પૂર્વ વડાપ્રધાનની અંતિમ યાત્રા દરમિયાન સુરક્ષા અને પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે. તેમની અંતિમ યાત્રામાં સામાન્ય લોકોથી લઈને મહાનુભાવો અને રાજનેતાઓ ભાગ લે છે. આ ઉપરાંત લશ્કરી બેન્ડ અને સશસ્ત્ર દળોના જવાનો પણ અંતિમ યાત્રામાં જોડાય છે અને પરંપરાગત કૂચ કરે છે.

કેન્દ્ર સરકારે તમામ કાર્યક્રમો રદ કર્યા

દેશના ભૂતપૂર્વ વડા પ્રધાનોના અંતિમ સંસ્કાર દિલ્હીમાં વિશેષ સ્મારક સ્થળો પર કરવામાં આવે છે જેમ કે જવાહર લાલ નેહરુ, ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના અંતિમ સંસ્કાર રાજઘાટ સંકુલમાં કરવામાં આવ્યા હતા. ઘણા પૂર્વ વડાપ્રધાનો માટે અલગ સમાધિ પણ બનાવવામાં આવી છે. સરકારે આજના તમામ કાર્યક્રમો રદ્દ કરી દીધા છે. સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે.


  • Follow us on: