• BSP)સુપ્રીમો માયાવતીનો મોટો નિર્ણય
  • ભત્રીજા આકાશ આનંદને જાહેર કર્યો ઉત્તરાધિકારી
  • લખનૌમાં મળી હતી પાર્ટીની બેઠક

બહુજન સમાજ પાર્ટી (BSP)સુપ્રીમો માયાવતીએ આજે ​​લખનૌમાં યોજાયેલી પાર્ટીની બેઠકમાં મોટો નિર્ણય લીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બસપાની બેઠકમાં માયાવતીએ પોતાના ભત્રીજા આકાશ આનંદને પોતાના ઉત્તરાધિકારી જાહેર કર્યા છે. આકાશ આનંદે લંડનથી માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (MBA) કર્યું છે.

કોણ છે આકાશ આનંદ?

રાજનીતિમાં તેમની એન્ટ્રી વર્ષ 2017માં થઈ હતી, જ્યારે તેઓ સહારનપુરની રેલીમાં પહેલીવાર માયાવતી સાથે સ્ટેજ પર જોવા મળ્યા હતા. આકાશ હાલમાં પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક પણ છે. આકાશ આનંદની રાજકીય સફરની વાત કરીએ તો તેણે વર્ષ 2017માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. માયાવતીએ 2017માં એક મોટી રેલી કરીને આકાશ આનંદને રાજકારણમાં ઉતાર્યો હતો.યુપીમાં આકાશ લોન્ચ થયા બાદ બસપા સતત નબળી પડી રહી છે. જ્યારે પાર્ટીને 2017 અને 2019માં મોટી હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે BSP 2022ની યુપી ચૂંટણીમાં માત્ર એક સીટ સુધી મર્યાદિત રહી હતી. એવા રાજ્યોમાં BSPના પ્રદર્શનમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે જ્યાં પાર્ટીના મૂળ જૂના અને ઊંડા છે પરંતુ એટલા મજબૂત નથી.


  • Follow us on: