મધ્ય પ્રદેશના ઇન્દોરના ટ્રાન્સપોર્ટ વેપારી રાજા રઘુવંશીની મેઘાલયમાં હત્યા થઇ હતી. તેની પત્ની સોનમ ગુમ થયાના સમાચાર વહેતા રહ્યા છે. હનીમૂન દરમિયાન 23મેના આ કપલ ગુમ થયુ હતુ, ફરી 2 જૂને રાજા રઘુવંશીનો મૃતદેહ ખાણમાંથી મળ્યો આજે 9 જૂને સોનમની યુપી ગાઝીપુરથી ધરપકડ કરવામાં આવી હતી.
પ્રેમના ચક્કરમાં પતિને મોતને ઘાટ ઉતાર્યો
પ્રાથમિક તપાસમાં સોનમના શરીર પર કોઇ ઇજાના નિશાન કે બળજબરી થઇ હોય તેવી કોઇ નિશાની મળી નથી. પોલીસ સૂત્રોએ જણાવ્યુ છે કે સોનમ કોઇ યુવકના પ્રેમમાં હતી, આ જ કારણે તેણે તેના પતિને હનીમૂનના બહાને મેઘાલય બોલાવ્યો હતો. સોનમ સિવાીય મધ્યપ્રદેશ અને યુપીના 3 આરોપીઓએ આત્મસમર્પણ કરી દીધુ છે. પોલીસ હજુ એક શખ્સને પકડવા અભિયાન ચલાવી રહી છે.
રાજાને જબરદસ્તી મેઘાલય લઇ ગઇ સોનમ
આટલુ જ્યારે સામે આવ્યુ ત્યારે મૃતક રાજાની માતા ઉમાએ રડતા રડતા કહ્યુ કે મારા પુત્ર સાથે દગો થયો. સોનમે આવુ નહોતુ કરવુ જોઇતુ. સોનમે રાજાને જણાવ્યા વગર મેઘાલયની ફ્લાઇટ બુક કરવા હતી. રાજા પર સતત દબાણ કરતી હતી કે આપણે શિલોંગ જવુ જોઇએ. રાજાને ખાસ સોનાની ચેન પહેરીને આવવાનું જણાવ્યુ હતુ. ઉમાએ આગળ કહ્યુ કે સોનમ એટલી મીઠી વાતો કરતી હતી કે તેના પર કોઇને શક પણ ન ગયો. જો તે દોષી સાબીત થાય તો તેને આકરામાં આકરી સજા આપવી જોઇએ.
મેઘાલય પોલીસની મનઘડત કહાની
સોનમના પરિવારનો આક્ષેપ છે કે તેમની પુત્રીને ફસાવવામાં આવી રહી છે. સોનમે રાજાનો જીવ લીધો છે. સોનમના પિતાએ મીડિયા સાથે વાત કરતા કહ્યુ કે મારી પુત્રી આવુ કરી જ ન શકે. તેને ફસાવવામાં આવી રહી છે. તેણે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. આખી કહાનીને ફેરવી તોળીને રજૂ કરવામાં આવી છે.
જો કે પોલીસ ક્યારેય સબૂત વગર કોઇ પર આરોપ લગાવે નહી. આ પહેલા એક ગાઇડે જ્યારે માહિતી આપી ત્યારે પોલીસને વધારે જાણકારી મળી હતી.