- માઇક્રોસોફ્ટનું સર્વર ડાઉન થતા વિમાન સેવા પ્રભાવિત
- એર ઇન્ડિયાએ યાત્રીઓ માટે બહાર પાડી એડવાઇઝરી
- એરપોર્ટ પર યાત્રીઓ થઇ રહ્યા છે પરેશાન
માઇક્રોસોફ્ટનું સર્વર ડાઉન થતા ભારત સહિત વિશ્વમાં અનેક કાર્યો ઠપ્પ થયા છે. બેંકિંગ ક્ષેત્ર હોય છે પછીવિમાન સેવા, ઘણી જગ્યાએ તો ટેલિકાસ્ટ સેવા પણ ખોરવાઇ છે. તેવામાં ખાસ કરીને સૌથી વધારે જો પ્રભાવિત થઇ છે તો તે છે પ્લેન સેવા. વિદેશમાં પણ અનેક ફ્લાઇટ રદ કરવામાં આવી છે. વિવિધ એરલાઇન્સની ફ્લાઇટ ઉડાન ભરી શકી નથી. ટિકિટથી લઇને ચેકઇન કરવામાં તકલીફ પડી રહી છે. તેવામાં એર ઇન્ડિયાએ યાત્રીઓ માટે એડવાઇઝરી જાહેર કરી છે.
એર ઇન્ડિયાએ જાહેર કરી એડવાઇઝરી
એર ઇન્ડિયાએ આ અંગે ટ્વિટ કરતા જણાવ્યું કે ટેક્નિકલ ખામીને કારણે દુનિયાભરમાં એરપોર્ટ ટ્રાવેલ સિસ્ટમ પ્રભાવિત થઇ છે. જેથી જો તમે એર ઇન્ડિયા સાથે ઉડાન ભરી રહ્યા છો તો અમે તમને અનુરોધ કરીએ છીએ કે એરપોર્ટ જતા પહેલા ટેકઓફની સ્થિતિ તપાસી લો. મહત્વનું છે કે સર્વર ડાઉન હોવાને કારણે ઘણા સ્થળો પર ફ્લાઈટ્સ અપડેટ નથી મળતા. મુસાફરોને બોર્ડિંગ પાસ નથી મળતું. ચેક-ઇન થઇ રહ્યું નથી.
દિલ્હી-મુંબઈથી બેંગલુરુ સુધી પણ આવી જ સ્થિતિ છે
દિલ્હી, મુંબઈ કે બેંગ્લોર હોય, ભારતના તમામ એરપોર્ટ પર ફ્લાઈટ્સ મોડી ચાલી રહી છે અને એરપોર્ટ પર ભારે ભીડ જોવા મળી રહી છે. આ સ્થિતિ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના એરપોર્ટ પર પ્રવર્તે છે. ઘણા દેશોની સરકારોની જેમ ભારત સરકારે પણ માઇક્રોસોફ્ટનો સંપર્ક કર્યો છે. દેશમાં, સ્પાઈસજેટ, અકાસા એરલાઈન્સ, ઈન્ડિગો એરલિંડેથી લઈને એર ઈન્ડિયા સુધી, તેઓએ આ સમસ્યા વિશે માહિતી શેર કરી છે અને તેમના ગ્રાહકોને સુનિશ્ચિત ચેક-ઈન સમય પહેલા એરપોર્ટ પર પહોંચવાની સલાહ આપી છે.
આ દેશોમાં એરલાઈન્સને સૌથી વધુ અસર થઈ છે
- અમેરિકા
- ભારત
- બ્રિટન
- ઓસ્ટ્રેલિયા
- ન્યૂઝીલેન્ડ
- સિંગાપુર
- ફ્રાન્સ
- સ્પેન