• કેન્દ્રીય મંત્રી જીતનરામ માંઝીએ સંભાળ્યો કાર્યભાર
  • ગયા બેઠક પરથી આ ચૂંટણીમાં મેળવી છે જીત
  • હિન્દુસ્તાની આવામ મોરચાના સંસ્થાપક છે

કેન્દ્રીય મંત્રી જીતનરામ માંઝીએ આજે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યમ મંત્રીનો કાર્યભાર સંભાળ્યો છે. મંત્રી પદનો પદભાર સંભાળ્યા બાદ માંઝીએ પીએમ નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ જણાવ્યું કે તેમને આ મંત્રાલય કેમ સોંપવામાં આવ્યું. મહત્વનું છે કે જીતન રામ માંઝી હિન્દુસ્તાની આવામ મોરચાના સંસ્થાપક છે અને એનડીએનો એક ભાગ છે. બિહારની ગયા બેઠક પરથી તેઓ ચૂંટણી જીતીને સંસદમાં પહોંચ્યા છે.

પરબીડિયુ ખોલ્યુ તો ખુશીનો પાર ન રહ્યો

તેમણે કહ્યું કે મારો નાનપણથી જ કન્સેપ્ટ રહ્યો છે કે કોઇ પણ કાન નાનુ હોતુ નથી. કામ જ પૂજા છે. કાલે જ્યારે મે પરબીડિયું ખોલ્યુ અને મંત્રાલયનું નામ વાંચ્યુ તો મારી ખુશીનો પાર ન રહ્યો. તેમણે કહ્યું કે પીએમ મોદી એવા નેતા છે જેઓ જાણે છે કે કોને શું જરૂર છે. આ કારણથી જ તેઓ ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા છે.

હું ઘણો ભાગ્યશાળી છું- માંઝી

તેમણે આ અંગે વધુમાં જણાવ્યું કે પીએમ મોદીએ વડાપ્રધાને મને કહ્યું કે માંઝી જી, હું તમને મારા વિઝનનો વિભાગ આપી રહ્યો છું. અમારું વિઝન ગરીબોના ઉત્થાનનું છે. જ્યાં વિકાસનો પ્રકાશ ગયો નથી ત્યાં વિકાસ પહોંચવો જોઈએ. તમે આ વિભાગ દ્વારા ઘણું કરી શકો છો. એટલા માટે તમને આ વિભાગ આપવામાં આવ્યો છે. હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે પીએમ નરેન્દ્ર મોદી મને આ માટે લાયક માને છે.

બે વખત હાર્યા હતા ચૂંટણી

મહત્વનું છે કે સીટ શેરિંગ ફોર્મ્યુલા હેઠળ બીજેપી નેતૃત્વ વાળી એનડીએએ કેન્દ્રીયમંત્રી જીતન રામ માંઝીની પાર્ટીને એક જ સીટ આપી હતી. તે બેઠક પર જ જીતનરામે ચૂંટણી લડી અને તેઓ જીત્યા પણ ખરા. મહત્વનું છે કે તેઓ ગયા લોકસભા સીટ પરથી 2014 અને 2019માં પણ ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેઓ સફળ થયા ન હતા. 2014ની ચૂંટણીમાં તેઓ જેડીયુની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેઓ હાર્યા હતા. તેમણે પોતાની પાર્ટીના બેનર હેઠળ 2019ની લોકસભા ચૂંટણી લડી હતી, પરંતુ ફરીથી તેમને નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો હતો. તેઓ બિહારના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે.


  • Follow us on: