• મોદી કેબિનેટમાં બે યુવા મંત્રીઓ
  • મહારાષ્ટ્રના રક્ષા ખડસે અને રામ મોહન નાયડુ
  • બંને સાંસદો છે એક્ટિવ અને સમાજ સેવા માટે જાણીતા

રવિવારે પીએમ મોદીએ ત્રીજી વખત પીએમ પદના શપથ લીધા. સાથે જ 71 મંત્રીઓએ પણ શપથ લીધા. જેમાં સૌથી યુવા વયના 2 મંત્રીઓનો સમાવેશ થાય છે. એક મહારાષ્ટ્રના રક્ષા ખડસે કેજેઓની ઉંમર 37 વર્ષ છે અને બીજા છે ટીડીપીના રામ મોહન નાયડુ. ત્યારે આવો જાણીએ કોણ છે આ યુવા મંત્રીઓ

કોણ છે રક્ષા ખડસે ?

મહારાષ્ટ્રની રાવેર લોકસભા સીટ પરથી જીતેલ રક્ષા ખડસે મોદી 3.0માં મંત્રી બન્યા છે. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં રક્ષા ખડસેએ પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા. તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં મંત્રી બનવા માટે યુવા મંત્રી છે. રક્ષા ખડસે મહારાષ્ટ્ર ભાજપના વરિષ્ઠ નેતા એકનાથ ખડસેની વહુ છે. એકનાથ ખડસે હાલમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ જૂથ) તરફથી MLC છે, જોકે તેમણે ચૂંટણીમાં રક્ષા ખડસે માટે પ્રચાર કર્યો હતો. એટલું જ નહીં, શરદ પવાર ઇચ્છતા હતા કે તેઓ રાવર બેઠક પરથી ચૂંટણી લડે, પરંતુ એકનાથ ખડસેએ તેમની પુત્રવધૂની સામે ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી. રક્ષા ખડસે મૂળ મધ્યપ્રદેશના છે.

રક્ષા ખડસેનો રાજકીય ઇતિહાસ

  • રક્ષા ખડસેના લગ્ન એકનાથ ખડસેના પુત્ર નિખિલ સાથે થયા હતા.
  • 2013માં નિખિલે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.
  • 2014 માં રક્ષા ખડસેએ તેની પ્રથમ લોકસભા ચૂંટણી લડી અને મોટા માર્જિનથી જીતી
  • મહારાષ્ટ્રમાં તેમની જીત ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
  •  પ્રથમ વખત કોઠાડી ગામની સરપંચ તરીકે ચૂંટાયા હતા.
  • જલગાંવ જિલ્લા પરિષદમાં ચૂંટાઈ આવ્યા હતા.
  • રક્ષા ખડસેની ભાભી અને પરિવારના અન્ય સભ્યો શરદ પવારના નેતૃત્વવાળી NCPના નેતા
  •  ગત ટર્મમાં લોકસભાની અનેક સમિતિઓના સભ્ય તરીકે સેવા આપી
  •  રક્ષા ખડસેની ગણતરી ખૂબ જ સક્રિય સાંસદોમાં થાય છે.
  •  તેઓ વિવિધ માધ્યમો દ્વારા સમાજ સેવામાં પણ સક્રિય

કોણ છે રામ મોહન?

રામ મોહન નાયડુનો જન્મ 18 ડિસેમ્બર, 1987ના રોજ નિમ્માડામાં થયો હતો. તેઓ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ટીડીપી નેતા યેરાન નાયડુના પુત્ર છે. તેમને લોકસેવા અને રાજકારણ વારસામાં મળ્યું છે. શિક્ષણ વિશે વાત કરીએ તો, રામ મોહને તેમનો પ્રારંભિક અભ્યાસ આરકે પુરમની દિલ્હી પબ્લિક સ્કૂલમાંથી કર્યો હતો. તે પછી તેણે અમેરિકાની પરડ્યુ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યું. આ પછી તેણે લોંગ આઈલેન્ડથી MBA કર્યું.


રામ મોહન ચંદ્રબાબુની નજીક

રામ મોહન નાયડુ ચંદ્રબાબુ નાયડુના નજીકના માનવામાં આવે છે. તેમના પિતા યરન નાયડુની જેમ તેઓ ટીડીપી ચીફના નજીકના ગણાય છે. તે મુશ્કેલ સમયમાં જ્યારે ચંદ્રબાબુ નાયડુની ધરપકડ કરવામાં આવી ત્યારે રામ મોહને TDP ચીફના પુત્ર નારા લોકેશ સાથે દિલ્હીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. રામ મોહન લગભગ 9 વર્ષથી દિલ્હીમાં સક્રિય હતા અને અલગ-અલગ પક્ષોમાં સંપર્ક ધરાવતા હોવાથી તેમણે નારા લોકેશ સાથે મળીને TDP ચીફની ધરપકડ સામે મોરચો બનાવ્યો હતો.

2020 માં સંસદ રત્ન એવોર્ડ પ્રાપ્ત થયો

રામ મોહન નાયડુને 2020 માં સંસદ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 2024માં તેમણે 3.27 હજાર મતોથી પોતાની સીટ જીતી છે. તેઓ સંસદની ઘણી સમિતિઓના સભ્ય પણ રહી ચૂક્યા છે. જેમાં કૃષિ, પશુપાલન, રેલ્વે, ગૃહ બાબતો, પ્રવાસન અને સંસ્કૃતિ સહિતની ઘણી સમિતિઓનો સમાવેશ થાય છે.

2021માં બજેટ સત્ર દરમિયાન પેટરનિટી લીવ લીધી હતી

રામ મોહને 2017 માં શ્રી શ્રવ્યા સાથે લગ્ન કર્યા હતા, તેમને એક પુત્રી છે.. તે માત્ર એક પારિવારિક માણસ નથી પરંતુ રાજકારણમાં સ્ટીરિયોટાઇપ્સને તોડવાનો પ્રયાસ પણ કરે છે. તેમની પત્નીની ગર્ભાવસ્થા માટે 2021 ના ​​બજેટ સત્ર દરમિયાન પેટરનિટી લિવ લીધી હતી. તેમના નિર્ણયથી લૈગિંક અધિકારો અને શિક્ષણ પર તંદુરસ્ત ચર્ચા થઈ હતી. તે સંસદમાં માસિક સ્વાસ્થ્ય શિક્ષણ અને લૈંગિક શિક્ષણની હિમાયત કરનાર પ્રથમ સાંસદોમાંના એક છે . સેનિટરી પેડ્સ પર GST નાબૂદ કરવા માટે સક્રિયપણે ઝુંબેશ ચલાવી છે.

  • Follow us on: