• મુંબઈમાં વડાપ્રધાન મોદીનું મોટું સંબોધન

  • ઓલિમ્પિકના આયોજન અંગે કરી વાત
  • લોકોના સહયોગ અંગે અપીલ કરી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું હતું કે, ભારતમાં 2036 ઓલિમ્પિકનું આયોજન કરવાના પ્રયાસોમાં ભારત કોઈ કસર છોડશે નહીં. કારણ કે તે 140 કરોડ ભારતીયોનું સ્વપ્ન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈમાં ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના સત્રનું ઉદ્ઘાટન કરતાં કહ્યું કે, 'હું તમારી સમક્ષ 140 કરોડ ભારતીયોની ભાવનાઓ રજૂ કરવા ઈચ્છું છું. ભારત તેની ધરતી પર 2036 ઓલિમ્પિકનું આયોજન કરવાના તેના પ્રયાસોમાં કોઈ કસર છોડશે નહીં. અમે તમારા સહયોગથી આ સપનું પૂરું કરવા માંગીએ છીએ.

યજમાની કરવા માટે ભારત તૈયાર

આ પહેલા ભારત 2029માં યોજાનારી યુથ ઓલિમ્પિકની યજમાની કરવા પણ ઉત્સુક છે. મને વિશ્વાસ છે કે ભારતને IOCનું સતત સમર્થન મળતું રહેશે. ભારત મોટા પાયે વૈશ્વિક કાર્યક્રમનું આયોજન કરવા તૈયાર છે. જી-20ની હોસ્ટિંગ દરમિયાન દુનિયાએ આ જોયું છે. ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટિનું 141મું સત્ર ભારતમાં આયોજિત કરવું ખૂબ જ ખાસ છે. 40 વર્ષ પછી ભારતમાં IOC સત્રનું આયોજન કરવું અમારા માટે ગર્વની વાત છે. વર્ષોથી, ભારતે તમામ પ્રકારની વૈશ્વિક સ્પોર્ટ્સ ટુર્નામેન્ટનું આયોજન કરવાની તેની ક્ષમતા સાબિત કરી છે.

186 દેશે ટુર્નામેન્ટમાં ભાગ લીધો

અમે તાજેતરમાં ચેસ ઓલિમ્પિયાડનું આયોજન કર્યું હતું જેમાં વિશ્વના 186 દેશોએ ભાગ લીધો હતો. અમે મહિલા ફૂટબોલ અંડર-17 વર્લ્ડ કપ, મેન્સ હોકી વર્લ્ડ કપ, શૂટિંગ વર્લ્ડ કપનું પણ આયોજન કર્યું હતું. વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ (IPL) નું પણ ભારતમાં દર વર્ષે આયોજન કરવામાં આવે છે. હાલમાં ભારતમાં ક્રિકેટ વર્લ્ડ કપ પણ ચાલી રહ્યો છે. ઉત્સાહના આ વાતાવરણમાં, દરેક લોકો એ સાંભળીને ખુશ પણ છે કે IOC એક્ઝિક્યુટિવ બોર્ડે 2028 ઓલિમ્પિકમાં ક્રિકેટને સામેલ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. અમે આશા રાખીએ છીએ કે ટૂંક સમયમાં આ વિશે પોઝિટિવ વેવ મળી રહેશે. 

  • Follow us on: