• દેશના અનેક રાજ્યોમાં મેઘરાજા મહેરબાન
  • મહારાષ્ટ્ર, ગુજરાત અને આસામ સહિત રાજ્યોમાં વરસાદ
  • દિલ્હી-NCRમાં વરસાદ માટે યલો એલર્ટ 

દેશમાં ચોમાસુ બરોબરનું જામ્યું છે. મહારાષ્ટ્ર, ગુજરાત અને આસામ સહિત અનેક રાજ્યોમાં પૂરની સ્થિતિ યથાવત છે. મધ્યપ્રદેશ અને બિહારની સ્થિતિ પણ આવી જ છે. આ સિવાય દિલ્હીમાં વરસાદના અભાવે કાળઝાળ ગરમી વધી છે. આકાશમાં ફરતા વાદળોની સાથે તેજસ્વી સૂર્યપ્રકાશથી લોકોને પરસેવો વળી ગયો છે. મંગળવારે આકરી ગરમી અને ભેજના કારણે લોકો પરેશાન થઈ ગયા હતા. તાપમાન પણ વધીને 38 ડિગ્રી સેલ્સિયસ થયું હતું. લોકો આકાશ તરફ નજર કરીને વરસાદની રાહ જોઈ રહ્યા છે.

ભારતીય હવામાન વિભાગે મંગળવાર અને બુધવારે હળવા વરસાદની આગાહી કરી છે. IMD અનુસાર, દિલ્હી માટે બે દિવસનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ભેજવાળી ગરમીથી લોકો પરેશાન છે. મંગળવારે સવારે વાતાવરણ ખુશનુમા રહ્યું હતું. આકાશ વાદળછાયું હતું અને હળવો ઠંડો પવન પણ ફૂંકાઈ રહ્યો હતો. સૂર્ય ઉગતાની સાથે જ ગરમી તીવ્ર બની હતી. સૂર્યના તાપ અને ભેજના કારણે બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું. સવારના સમયે ફૂંકાતા ઠંડા પવનો ગરમ બન્યા હતા. સોમવારે પણ આવું જ હવામાન નોંધાયું હતું.

IMD અનુસાર, સોમવારે સવારથી સાંજ સુધીમાં દિલ્હીના કોઈપણ વેધર સ્ટેશન પર વરસાદ નોંધાયો નથી. સાંજે પણ આકરી ગરમી યથાવત રહી હતી. સ્કાયમેટના અધિકારીના જણાવ્યા અનુસાર, દિલ્હીથી ચોમાસાની રેખા મધ્ય ભારત તરફ આગળ વધી હતી જેના કારણે દિલ્હી-NCRનું આકાશ સ્વચ્છ રહ્યું હતું. ભેજના કારણે વરસાદની સંભાવના છે. વાદળોની ગેરહાજરીના કારણે લોકો આકરી ગરમી અને ભેજથી પરેશાન થઈ રહ્યા છે. અધિકારીના જણાવ્યા અનુસાર બુધવાર સુધીમાં ચોમાસાની રેખા દિલ્હી-એનસીઆરની નજીક આવી જતાં વરસાદની સંભાવના છે.

દિલ્હી-NCRમાં વરસાદ માટે યલો એલર્ટ 

ભારતીય હવામાન વિભાગે બુધવાર સુધી દિલ્હી-NCRમાં વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. વિભાગના જણાવ્યા અનુસાર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગનું કહેવું છે કે 31 જુલાઈ અને 1 ઓગસ્ટે દિલ્હી-એનસીઆરના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. 2 થી 4 ઓગસ્ટ સુધી હળવા વરસાદની સંભાવના છે.

  • Follow us on: