- મુંબઈમાં નશાની હાલતમાં મુસાફરે બસના ડ્રાઈવર સાથે કરી બબાલ
- નશામાં ધૂત વ્યક્તિએ બસનું સ્ટિયરિંગ પકડી લેતા અનેક વાહનોને ટક્કર
- પોલીસે પેસેન્જરને કસ્ટડીમાં લઇને સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
મહારાષ્ટ્રના મુંબઈમાં BEST' બસના ડ્રાઈવર સાથે ઝઘડા દરમિયાન નશામાં ધૂત વ્યક્તિએ વાહનનું સ્ટિયરિંગ પકડી લીધું હતું અને આ ઘટનામાં 9 રાહદારીઓ ઘાયલ થયા હતા. હાલ તમામ લોકોની સ્થિતિ ગંભીર છે.
મુંબઇના કાલાચોકી પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યું હતું કે, દક્ષિણ મુંબઈના બેલાર્ડ પિયરથી એક ઇલેક્ટ્રિક બસ સાયનના રાણી લક્ષ્મીબાઈ ચોક તરફ જઈ રહી હતી ત્યારે નશામાં ધૂત મુસાફરે ડ્રાઈવર પાસેથી બસનું સ્ટિયરિંગ આચક્યું હતું. અને સમગ્ર ઘટનામાં 9 રાહદારીઓને કચડ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે, દારૂના નશામાં ધૂત મુસાફરની બસ ચાલક સાથે ઝઘડો થયો હતો. જ્યારે બસ લાલબાગ સ્થિત ગણેશ ટોકીઝ પાસે પહોંચી ત્યારે તેણે અચાનક સ્ટિયરિંગ પકડી લીધું, જેના કારણે બસ ડ્રાઈવરના કાબૂ ગૂમાવતા અકસ્માત સર્જાયો હતો.













