- આગામી 24 કલાક મુંબઈમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર
- મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી
- પુણે અને સાતારામાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
મુંબઈના ઘણા વિસ્તારોમાં આજે ભારે વરસાદ જોવા મળ્યો હતો. જેને લઈને હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક મુંબઈમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે પાલઘરમાં આવતીકાલ માટે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ જો રાયગઢ અને થાણેની વાત કરવામાં આવે તો ત્યાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
6 ઓગસ્ટ સુધી ભારે વરસાદની ચેતવણી જાહેર
હવામાન ભાગ (IMD) દ્વારા પાલઘર, થાણે અને રાયગઢ જિલ્લામાં 6 ઓગસ્ટ સુધી ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. જેમાં આગામી ત્રણથી ચાર કલાક દરમિયાન પાલઘર, નાસિક, ધુલે, નંદુરબાર, કોલ્હાપુર અને સિંધુદુર્ગ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ વરસાદની શક્યતા જોવા મળી રહી છે. તો સાથે જ પુણે અને સાતારામાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
પશ્ચિમી ચોમાસાના પવનો ઝડપથી કોંકણ કિનારે અથડાઈ શકે
અરબી સમુદ્રમાંથી આવતા પશ્ચિમી ચોમાસાના પવનો ઝડપથી કોંકણ કિનારે અથડાઈ શકે છે. તો બીજી તરફ મુંબઈમાં બપોરથી ખરાબ હવામાનની સ્થિતિ શરૂ થઈ જશે. જેને લઈને પ્રતિકૂળ હવામાન લગભગ 24 કલાક સુધી રહેશે. બીજા દિવસે બપોર સુધીમાં વાતાવરણમાં સુધારો થવાની ધારણા કરવામાં આવી છે. જેમાં મધ્યપ્રદેશ અને ઉત્તર મહારાષ્ટ્ર ઉપર નીચા દબાણવાળા વિસ્તાર પસાર થવાને કારણે મુંબઈમાં ભારે વરસાદ જોવા મળી શકે છે.
દક્ષિણ-પશ્ચિમ મધ્ય પ્રદેશ અને ઉત્તર મહારાષ્ટ્રમાં ત્રાટકી શકે
હાલમાં ઝારખંડ અને ગંગાના પશ્ચિમ બંગાળ ઉપર લો પ્રેશર વિસ્તાર છે. તે પૂર્વ-પશ્ચિમ ધરી સાથે છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાંથી પસાર થતા સંગઠિત ચક્રવાત પરિભ્રમણ દ્વારા સમર્થિત છે. 4 ઓગસ્ટના રોજ દક્ષિણ-પશ્ચિમ મધ્ય પ્રદેશ અને ઉત્તર મહારાષ્ટ્રમાં ત્રાટકી શકે છે. ચોમાસુ પ્રણાલીની આ સ્થિતિ કોંકણના દરિયાકાંઠે ચોમાસાના આગમને મજબૂત કરવા માટે અનુકૂળ માનવામાં આવે છે.