મુંબઇમાં ફરીએકવાર વાતાવરણમાં પલટો આવ્યો છે. મુંબઇમાં વધુ એકવાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. મુંબઇમાં ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો છે. બપોર થઇ હોવા છતાં પણ વાતાવરણ એવુ અંધાર્યુ છેકે જાણે સાંજ પડી ગઇ હોય. આ વચ્ચે હવામાન વિભાગે આગામી 3 કલાક દરમિયાન વરસાદને લઇને રેડ એલર્ટ જાહેર કર્યુ છે. 


મુંબઇમાં વરસાદી માહોલ

હવામાન વિભાગે વરસાદને કારણે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ હવાઓને જવાબદાર ગણાવી છે. હવામાન વિભાગનું અનુમાન છે કે આ પેટર્ન સપ્તાહ સુધી રહેશે. જેમાં મધ્યમ અને ગર્જના સાથે વરસાદ પડે તેવી સંભાવના છે. જલગાંવ, નાસિક, પુણે અને નાગપુર સહિતના અન્ય જિલ્લાઓમાં પણ આ પ્રકારે હવામાન રહે તેનું પૂર્વાનુમાન છે. જ્યાં અલગ અલગ સ્થાનો પર ગર્જના સાથે વરસાદ પડી શકે છે.


40-50 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાશે 

હવામાન વિભાગનું કહેવુ છે કે આજે મુંબઇમાં વરસાદની સાથે 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે હવા ચાલશે, મુંબઇમાં જો કે વરસાદ હાલ શરૂ થઇ જ ગયો છો. વિવિધ વિસ્તારોમાં જબરદસ્ત વાદળો ઘેરાયા છે અને વરસાદ જાણે કે તૂટી જ પડ્યો છે. ઉલ્લેખનીય છે કે શુક્રવારે પણ મુંબઇના ઘણા ભાગોમાં વરસાદ થયો હતો.



  • Follow us on: