• મુંબઇના મલાડમાં મોટી દુર્ઘટના
  • બિલ્ડિંગનો સ્લેબ પડતા 2 શ્રમિકોના મોત
  • રાહત અને બચાવ કામગીરી શરૂ

મુંબઇના મલાડ ઇસ્ટમાં મોટી દુર્ઘટના થઇ છે. ગોવિંદ નગર વિસ્તારમાં નિર્માણાધીન બિલ્ડિંગનો સ્લેબ પડતા 2 શ્રમિકોના મોત થયા જ્યારે 2 લોકો ઘાયલ થયા છે. ચાર શ્રમિકો ફસાયા હોવાનું સામે આવ્યુ છે. ઘટનાને પગલે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.

2ના મોત, 2 ઇજાગ્રસ્ત

મળતી માહિતી મુજબ ગુરુવારે મલાડમાં નિર્માણાધીન નવજીવન બિલ્ડિંગના 20મા માળનો સ્લેબ પડી ગયો હતો. આ બિલ્ડીંગ સ્લમ રિહેબિલિટેશન પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવી રહી છે. આ ઘટના ગુરુવારે બપોરે 12.10 વાગ્યાની આસપાસ બની હતી. ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું કે નિર્માણાધીન ઈમારતના સ્લેબનો કેટલોક હિસ્સો ધરાશાયી થવાને કારણે આ દુર્ઘટના થઈ. ઘાયલ શ્રમિકોને નજીકની MW દેસાઈ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ડોક્ટરોએ બે મજૂરોને મૃત જાહેર કર્યા હતા. જ્યારે અન્ય બેની સારવાર ચાલી રહી છે.


  • Follow us on: