- મુસ્લિમ પક્ષકારોએ કરી હતી મહત્ત્વની અરજી
- દિલ્હી હાઈકોર્ટને કેસ ચલાવવા માટે અપીલ કરી
- સમગ્ર કેસ પર 30 ઑક્ટોબર સુધી સ્ટે
શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદ સાથે જોડાયેલા કેસ મામલે સુપ્રીમ કોર્ટમાં તારીખ 30 ઑક્ટોબર સુધી સુનાવણી નહીં થઈ શકે. અલ્હાબાદ કોર્ટે જન્મભૂમિ વિવાદ મામલે જોડાયેલા એક કેસમાં સુનાવણી માટે ટ્રાંસફર કરવા માટે એક નિર્ણય કર્યો હતો. આ નિર્ણયની વિરૂદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં એક અરજી ફાઈલ કરવામાં આવી હતી. આ સાથે એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, અલ્હાબાદ હાઈકોર્ટમાં આ મામલે કોઈ લડત નહીં આપી શકે.
દલીલ કરવામાં આવી હતી
સુપ્રીમ કોર્ટમાં મુસ્લિમ પક્ષ તરફથી આપવામાં આવેલી દલીલમાં એવું કહેવામાં આવ્યું હતું કે, એમની પાસે અલ્હાબાદ હાઈકોર્ટમાં લડવા માટે પૈસા નથી. મુસ્લિમપક્ષે એવી પણ અપીલ કરી હતી કે, આ કેસની સુનાવણી માટે કેસ દિલ્હી હાઈકોર્ટમાં ટ્રાંસફર કરી દેવામાં આવે. જેથી કરીને પક્ષ પાસે પૈસાની કોઈ અછત ન વર્તાય, પણ આ અંગે સુપ્રીમ કોર્ટે સુનાવણી ટાળી હતી. જેના પર કોઈ પ્રકારની ટિકા ટિપ્પણી કરવામાં આવી ન હતી. આ અંગે વકીલ વિષ્ણુશંકર જૈને કહ્યું હતું કે, મથુરા સિવિલ કોર્ટમાં અમે કલમ 24 સીપીસી અંતર્ગત એક અરજી દાખલ કરી હતી. જેમં એવી માંગ કરવામાં આવી હતી કે,કૃષ્ણ જન્મભૂમિથી સંબંધીત તમામ વિવાદને મૂળ સુનાવણી માટે અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાંસફર કરવામાં આવે.
સુપ્રીમને કોઈ જાણકારી ન અપાઈ
સુપ્રીમ કોર્ટે તારીખ 30 ઑક્ટોબરનું બીજુ રીમાઈન્ડર જાહેર કર્યું છે. જેથી રજીસ્ટ્રાર અલ્હાબાદ હાઈકોર્ટે પોતાનો રીપોર્ટ આપવો પડશે કે, કૃષ્ણ જન્મભૂમિ સાથે જોડાયેલા વિવાદ કેસમાં કેટલા કેસ અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાંસફર કરવાનો આદેશ કરાયો છે. તારીખ 21 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો. જેમાં હાઈકોર્ટને ટ્રાંસફર કરેલા કેસની જાણકારી પ્રાપ્ય કરાવવા માટે કહ્યું હતું. જોકે, હાઈકોર્ટ તરફથી હજુ સુધી કોઈ પ્રકારની જાણકારી આપવામાં નથી આવી.