• કાવડયાત્રા રૂટની દુકાનો પર નેમ પ્લેટનો મામલો
  • સુપ્રિમ કોર્ટે જાહેર કર્યો આદેશ
  • દુકાનદારોએ ઓળખ જણાવવાની જરૂર નહી

ઉત્તર પ્રદેશમાં કાવડ રૂટ પર 'નેમ પ્લેટ' લગાવવાના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે. કોર્ટે કહ્યું છે કે દુકાનદારોએ ઓળખ જણાવવાની જરૂર નથી. આ સાથે સુપ્રિમ કોર્ટે યુપી સરકારને નોટિસ ફટકારી છે. નોટિસનો જવાબ આપવા સુધી નેમ પ્લેટના આદેશ પ રોક લગાવી છે. સાથે જ જણાવ્યું કે દુકાનદારે માત્ર ભોજનના પ્રકાર જણાવવા પડશે. 

ભોજન શાકાહારી કે માંસાહારી ? 

સુપ્રિમ કોર્ટે આ મામલે ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશની સરકારને નોટિસ ફટકારી છે. નોટિસનો જવાબ ન આવે ત્યાં સુધી નેમપ્લેટના આદેશ પર સ્ટે રહેશે. આ મામલે સુપ્રિમ કોર્ટે આજે વચગાળાનો સ્ટે મૂક્યો છે. જે અંગે વધુ સુનાવણી 26 જુલાઇએ થશે. કોર્ટે કહ્યું કે દુકાનદારે માત્ર કયા પ્રકારનું ભોજન છે તે જણાવવુ પડશે. એટલે કે તેનું નામ જણાવવુ પડશે ખાસ કરીને ભોજન શાકાહારી છે કે માંસાહારી તે જણાવવુ પડશે.

શું છે મામલો ? 

22 જુલાઇથી કાવડયાત્રા શરૂ થઇ રહી છે. ત્યારે યુપી સરકારે કાવડયાત્રાને લઇને મહત્વનો આદેશ આપ્યો હતો.. સુચારુ રૂપે કાવડયાત્રા થઇ શકે તે માટે યોગી સરકાર દ્વારા કાવડયાત્રાના રૂટ પર આવતી ખાણીપીણીની દુકાનો માટે ખાસ આદેશ આપવામાં આવ્યો હતો.. જે મુજબ રૂટ પર આવતી તમામ દુકાનોએ પોતાના વિશે માહિતી આપવી પડશે. એટલે કે દુકાનોમાં નેમ પ્લેટ લગાવવાની રહેશે જેની પર દુકાનદારના માલિક અને સંચાલકનું નામ લખવાનું રહેશે. આ ઉપરાંત એડ્રેસ પણ લખવાનું રહેશે.

યુપી સરકારે શું આપ્યો હતો આદેશ? 

યુપી સરકારે આદેશ આપ્યો હતો કે  કાવડયાત્રાના માર્ગ પર આવતી તમામ દુકાનોમાં દુકાનદારોએ પોતાની ઓળખ આપવાની રહેશે. તેમાં પણ ખાસ કરીને ખાણી પીણીની દુકાનો પર તો નેમ પ્લેટ લગાવવી અનિવાર્ય રહેશે. હલાલ સર્ટિફિકેશન પ્રોડક્ટ વેચનાર પર કાર્યવાહી કરવામાં આવશે. મહત્વનું છે કે ઉત્તર ભારતમાં સામાન્ય કરતા 15 દિવસ પહેલા જ શ્રાવણ મહિનાની શરૂઆત થાય છે. જે મુજબ 22 જુલાઇથી શ્રાવણ મહિનો શરૂ થઇ રહ્યો છે. કાવડીયા શ્રાવણના એક દિવસ પહેલા જ હરિદ્વાર જવા નીકળે છે. આ યાત્રાને કાવડયાત્રા કહેવામાં આવે છે. ત્યારે આ દરમિયાન કાવડ યાત્રીઓની આસ્થા અને પવિત્રતા જળવાઇ રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

  • Follow us on: