મહારાષ્ટ્રના વર્ધામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ વિશ્વકર્મા યોજનાની પહેલી વર્ષગાંઠ નિમિત્તે કોંગ્રેસ ઉપર વાક્ પ્રહારો કર્યા હતા. તેમને કોંગ્રેસને સૌથી ભ્રષ્ટ પાર્ટી કહી, આગળ જણાવ્યું કે, કોંગ્રેસના લોકો ગણપતિ પૂજાથી પણ નફરત કરે છે. વડાપ્રધાને જણાવ્યું કે, હું ગણેશ પૂજામાં ચાલ્યો ગયો તો કોંગ્રેસને તકલીફ થવા લાગી. વડાપ્રધાન મોદીએ આ દરમિયાન નામ લીધા વગર રાહુલ ગાંધી ઉપર પણ ટાર્ગેટ કર્યો. આજે કોંગ્રેસના લોકોની ભાષા, તેઓની બોલી, વિદેશી ધરતી પર જઈને દેશને તોડવાની વાત કરવી, ભારતીય સંસ્કૃતિ અને આસ્થાનું અપમાન કરવું તેઓની નવી ઓળખ છે.
ગણપતિ દાદાને જેલમાં ધકેલ્યા : પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, કોંગ્રેસને તો ગણપતિ પૂજાથી પણ નફરત છે. આ પૂજાનો પણ વિરોધ કરે છે. તુષ્ટિકરણ માટે ગમે તે કરી શકે છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કર્ણાટકમાં કોંગ્રેસની સરકારે ગણપતિ બપ્પાને પણ જેલમાં રાખ્યા છે. ગણપતિની જે મૂર્તિની લોકો પૂજા કરી રહ્યાં હતાં, તેને પોલીસ વેનમાં કેદ કરી દેવામાં આવી. આગળ જણાવ્યું કેસ આખો દેશ ગણપતિના આ અપમાનથી રોષમાં છે. તેઓએ કહ્યું કે, નવાઈની વાત તો એ છે કે, કોંગ્રેસના સહયોગી પણ મૌન છે. પરંતુ અમે દર સ્થિતિમાં પરંપરા અને પ્રગતિની સાથે ઊભા છીએ.
પીએમ વિશ્વકર્મા યોજના શું છે ?
ગત વર્ષે 17 સપ્ટેમ્બરે પીએમ વિશ્વકર્મા યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજના હેઠળ દેશમાં 140 કરતાં વધુ જાતિના કારોબારીઓને લાભ આપવાની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજનામાં 17થી વધુ શિલ્પકાર અને પરંપરાગત કારીગર સામેલ છે. આ કારોબારીઓને ઓછામાં ઓછા વ્યાજ પર ત્રણ લાખ સુધીની લોન અપાય છે.
વડાપ્રધાને લાભાર્થીઓને ચેક આપ્યા
પીએમ વિશ્વકર્મા યોજનાને એક વર્ષ પૂર્ણ થતા 76 હજાર લાભાર્થીઓએ લોનના ચેક સ્વીકાર કર્યા હતા. પીએમ મોદીએ પોતાની રીતે અહીં આવેલા અનેક લાભાર્થીઓને લોનના ચેક આપ્યા હતા. આ લાભાર્થીઓ જુદાજુદા રાજ્યોમાંથી આવ્યા હતા. આ લાભાર્થીઓ જુદાજુદા કારોબારીઓ સાથે સંબંધ રાખતા હતા.
તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં 6.5 લાખથી વધુ વિશ્વકર્મા બંધુઓને વ્યવસાય માટે આધુનિક સાધનો આપવામાં આવ્યા છે. આનાથી તેમના કામની ગુણવત્તામાં સુધારો થયો છે. તેની કમાણી વધી છે. લાભાર્થીઓને 15 હજાર રૂપિયાનું ઈ-વાઉચર આપવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે એક વર્ષમાં વિશ્વકર્મા ભાઈ-બહેનોને 1400 કરોડ રૂપિયાની લોન આપવામાં આવી છે.
વડાપ્રધાન મિત્રા પાર્ક પણ શરૂ
વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે અમરાવતીમાં 'પીએમ મિત્ર પાર્ક'નો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો છે. હું આ પ્રસંગે આ યોજના સાથે જોડાયેલા તમામ લોકોને અને દેશભરના તમામ લાભાર્થીઓને અભિનંદન આપું છું. આજનું ભારત તેના કાપડ ઉદ્યોગને વૈશ્વિક બજારમાં ટોચ પર લઈ જવા માટે કામ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે દેશનો ઉદ્દેશ્ય ભારતના ટેક્સટાઇલ સેક્ટરની હજારો વર્ષ જૂની ભવ્યતાને પુનઃસ્થાપિત કરવાનો છે. અમરાવતીનું 'પીએમ મિત્ર પાર્ક' આ દિશામાં બીજું મોટું પગલું છે. તેમણે કહ્યું- અમે દેશભરમાં 7 પીએમ મિત્રા પાર્ક સ્થાપી રહ્યા છીએ