• પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સમર્થકોને સંદેશ
  • 'મોદી કા પરિવાર' હટાવવાની અપીલ
  • ફરી એકવાર દેશના લોકોનો આભાર માન્યો 

લોકસભા 2024ની ચૂંટણીના પ્રચાર સમયે દેશમાં બીજેપીના સમર્થકો દ્વારા સોશિયલ મીડિયામાં 'મોદી કા પરિવાર' ઉમેરવામાં આવ્યું હતું. જેને લઈને હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને હવે 'મોદી કા પરિવાર' પોત પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટમાંથી કાઢી લેવા માટે જણાવ્યું છે.

પીએમ નરેન્દ્ર મોદીએ કર્યું ટ્વિટ

લોકસભાની ચૂંટણી બાદ હવે જ્યારે NDAને બહુમતી મળી અને ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત દેશના પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા બાદ હવે એક ટ્વિટ કર્યું છે. આ ટ્વિટના મારફતે પીએમ મોદીએ જણાવ્યું છે કે, જ્યારે લોકસભા 2024ની ચૂંટણીનો પ્રચાર ચાલુ હતો ત્યારે બીજેપીના જે કોઈ સમર્થકોએ સોશિયલ મીડિયામાં 'મોદી ક પરિવાર' લખીને જે પ્રચાર માટે કેમ્પેનિંગ શરૂ કર્યું હતું તે હવે હટાવી લેવા માટે જણાવ્યું હતું.

સોશિયલ મીડિયામાંથી 'મોદી કા પરિવાર' હટાવવા કહ્યું

પીએમ મોદીએ આ ટ્વિટમાં જણાવ્યું કે, 'મોદી કા પરિવાર' કેમ્પેનિંગથી તેમને ઘણી શક્તિ મળી છે અને ઉત્સાહમાં વધારો થયો છે. ભારતની જનતાએ ત્રીજીવાર NDAને બહુમતી આપી છે. આ એક રેકોર્ડ છે અને આ જનતાનો આપણને રાષ્ટ્રના ભલા માટે કામ કરતા રહેવાનો આદેશ છે. સાથે જ તેમણે ફરી એકવાર દેશના લોકોનો આભાર મઅન્યો હતો. અને સોશિયલ મીડિયામાંથી 'મોદી કા પરિવાર' હટાવી દેવા માટે જણાવ્યું હતું.


  • Follow us on: