• નીટ પેપર લીક કેસનો માસ્ટર માઇન્ડ સિકંદર
  • કરોડોના ઘરમાં રહે છે સિકંદર
  • પટનામાં રહેતો હતો પરિવાર સાથે

નીટ પેપર લીક મામલો સૌથી ચર્ચિત મુદ્દો બન્યો છે. સાઉથથી લઇને નોર્થ સુધી વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે. આ તરફ બિહારમાં EOU દ્વારા રોજ રોજ નવા ખુલાસા કરવામાં આવી રહ્યા છે. તે વચ્ચે નીટ પેપરલીકનો માસ્ટર માઇન્ડ સિકન્દરની સંપત્તિ વિશે માહિતી મળી છે. જાણીને નવાઇ લાગશે પરંતુ કાળા કારોબાર કરનારા માસ્ટર માઇન્ડની કરોડોની સંપત્તિ સામે આવી છે.

રાંચીમાં કોન્ટ્રાક્ટર તરીકે કરતો હતો કામ

એક ન્યૂઝ વેબસાઇટના જણાવ્યાનુસાર માસ્ટરમાઇન્ડ સિકંદરનું બરિયાતુમાં એક આલીશાન ઘર છે, જેની કિંમત કરોડોમાં છે. બે માળની હવેલી છે. જ્યારે તે રજાઓ માણવા પટનાથી આવતો ત્યારે તે તેના પરિવાર સાથે પહેલા માળે રહેતો હતો. તેણે ઉપરનું મકાન ભાડે આપ્યું છે. તે પટનામાં દાનાપુર મ્યુનિસિપલ કાઉન્સિલમાં જુનિયર એન્જિનિયર તરીકે પોસ્ટેડ હતો. આ પહેલા તે રાંચીમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતો હતો.

મહત્વનું છે કે નીટ પેપર લીક મામલે બિહાર અને ઝારખંડ પોલીસને સિકંદરને લઇને મહત્વની કડીઓ મળીછે. ત્યારે તેની અપ્રમાણસર મિલકતને લઇને પણ કેસ થઇ શકે છે. જો કે હાલ તેનું ઘર બંધ છે. આસપાસના લોકો તેના વિશે બોલવા તૈયાર નથી. મળતી માહિતી મુજબ સિકંદરને એક પુત્ર અને પુત્રી છે. તે પટનામાં પત્ની અને બાળકો સાથે એક અપાર્ટમેન્ટમાં રહેતો હતો.

4 ઉમેદવારો પાસેથી 32 લાખ રૂપિયા લીધા

ઉલ્લેખનીય છે કે સિકંદર હાલમાં NEET પેપર લીક કેસમાં જેલમાં છે. તેણે પોતાનો ગુનો સ્વીકારી લીધો છે. તેણે કહ્યું છે કે પરીક્ષા માફિયા અમિત આનંદ અને નીતિશ કુમાર દાનાપુર મ્યુનિસિપલ કાઉન્સિલમાં મારી ઓફિસમાં મને મળવા આવ્યા હતા. તેમણે 4 ઉમેદવારોને પેપર આપ્યું હતું જેના બદલામાં તેની પાસેથી 32 લાખ રૂપિયા લીધા હતા. NEET પરીક્ષાના એક દિવસ પહેલા ઉમેદવારોને પ્રશ્નપત્ર અને જવાબો આપવામાં આવ્યા હતા. . બીજા દિવસે પરીક્ષામાં પણ તેજ પ્રશ્નો પૂછાયા હતા. 

  • Follow us on: