- NEET-UGમાં ગેરરીતિઓ અંગે CBIએ નોંધી FIR
- એજન્સી સાથે સંકળાયેલ અધિકારીએ આપી માહિતી
- પેપર લીક કેસની તપાસ CBIને સોંપવામાં આવી
NEET પર થયેલા વિવાદ બાદ સરકારે CBIને તપાસ સોંપી હતી. આ મામલે વિદ્યાર્થીઓ સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. હવે NEET પરીક્ષા મુદ્દે CBI એક્શન મોડમાં આવી છે. અધિકારીઓ માહિતી આપતા જણાવ્યું હતું કે, CBIએ NEET-UGમાં કથિત ગેરરીતિઓ અંગે FIR નોંધી છે.
CBIએ NEET-UGમાં ગેરરીતિઓને લઈને FIR નોંધી છે. એજન્સી સાથે જોડાયેલા અધિકારીએ આ જાણકારી આપી છે. આ પહેલા બિહાર પોલીસે આ કેસમાં કેટલાક લોકોની ધરપકડ પણ કરી હતી. તે જ સમયે, મહારાષ્ટ્રમાં NEET પેપર લીકનું કનેક્શન પણ મળી આવ્યું છે. પેપર લીક કેસમાં પોલીસે બે શિક્ષકોની પૂછપરછ કરી છે. જે શિક્ષકોની પૂછપરછ કરવામાં આવી હતી તેઓને નાંદેડની એન્ટી ટેરરીસ્ટ સ્કવોડે શંકાના આધારે પકડી પાડ્યા હતા.













