- નીટ મામલે કોંગ્રેસ આકરા પાણીએ જોવા મળી રહી છે
- લખનઉમાં પ્રદર્શન દરમિયાન કાર્યકર્તાઓ અને પોલીસની વચ્ચે ઝડપ પણ થઈ
- શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના આવાસની નજીક પ્રદર્શન કર્યુ
નીટ પેપર લીક મામલે વિપક્ષ સતત સરકાર પર પ્રહાર કરી રહ્યું છે. એક વખત ફરી દિલ્હી કોંગ્રેસેના કાર્યકર્તાઓએ નીટ-યૂજી 2024ની પરીક્ષામાં અનિયમિતતાને લઈ ભાજપના મુખ્યાલય પાસે વિરોધ પ્રદર્શન કર્યુ. વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ દિલ્હી પ્રદેશ કોંગ્રેસ કમિટીના અંતરિમ અધ્યક્ષ દેવેન્દ્ર યાદવે કર્યુ. વિરોધ પ્રદર્શન ના માત્ર રાજધાની દિલ્હી પણ અન્ય ઘણા રાજ્યોમાં પણ કરવામાં આવ્યું.
કોંગ્રેસના કાર્યકર્તા રસ્તા પર ઉતર્યા
લખનઉ, ત્રિપુરા, જયપુર અને જમ્મૂ સુધી કોંગ્રેસના કાર્યકર્તા રસ્તા પર ઉતર્યા. વિરોધ પ્રદર્શન દરમિયાન તેમને કેન્દ્ર સરકાર સામે નારા પણ લગાવ્યા અને લખનઉમાં પ્રદર્શન દરમિયાન કાર્યકર્તાઓ અને પોલીસની વચ્ચે ઝડપ પણ થઈ. લખનઉ વિધાનસભા ઘેરવા જઈ રહેલા કોંગ્રેસ કાર્યકર્તાઓએ બેરિકેડિંગને તોડવાનો પણ પ્રયત્ન કર્યો. પ્રદર્શનમાં સામેલ થયેલા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય રાયને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
ત્યારે દિલ્હીમાં પાર્ટી કાર્યકર્તાઓ નીટ પરીક્ષાને કેન્સલ કરી બીજી પરીક્ષા કરાવવાની માગને લઈ રસ્તા પર ઉતર્યા. જ્યા સુધી કાર્યકર્તા દિલ્હીમાં ભાજપ મુખ્યાલય પહોંચે તે પહેલા જ તેમને અટકાવી દેવામાં આવ્યા અને ઘણા લોકોની ધરપકડ પણ કરવામાં આવી.
દિલ્હીના અલગ અલગ વિસ્તારોમાં પ્રદર્શન કરવા માટે પહોંચેલા કોંગ્રેસ કાર્યકર્તાઓ અને સમર્થકોના હાથમાં પોસ્ટર અને બેનર પણ જોવા મળ્યા. પોસ્ટરમાં નોટ લખેલી હતી કે નીટ પરીક્ષામાં થયેલા કૌભાંડ મામલે વડાપ્રધાન મોદી કેમ મૌન છે? આ પહેલા 20 જૂને ભારતીય યુવા કોંગ્રેસે નીટ પરીક્ષાના મુદ્દાને લઈ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના આવાસની નજીક પ્રદર્શન કર્યુ હતું.
રાહુલ ગાંધીએ શું કહ્યું ?
જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ નીટ પરીક્ષા મામલે હેરાન થઈ રહેલા વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી. તેમને વિદ્યાર્થીઓને આશ્વાસન આપ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી પીડિતોને ન્યાય અપાવવા માટે દરેક લડાઈ લડવા માટે તૈયાર છે. કોંગ્રેસ રસ્તાથી લઈને સંસદ સુધી લડાઈ લડશે. તેની હેઠળ પાર્ટી અલગ અલગ રાજ્યોમાં વિરોધ પ્રદર્શન કરવા માટે રસ્તા પર ઉતરી છે.