- નીટ પેપરલીક મામલે વધુ એકની ધરપકડ
- સીબીઆઇએ અમનસિંહની કરી ધરપકડ
- ધનબાદમાંથી ઝડપાયો સંજીવ મુખિયાનો ભત્રીજો
NEET પેપર લીકનો મુદ્દો છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે. સીબીઆઇ આ મામલે એક બાદ એક લોકોને ઝડપી રહી છે. આરોપી ચિન્ટુ અને મુકેશ પાસેથી માહિતી મળ્યા બાદ સીબીઆઇએ વધુ એક આરોપીની ધરપકડ કરી છે. ધનબાદથી આરોપી ઝડપાયો છે જેનું નામ છે અમનસિંહ.
સંજીવ મુખિયા સાથે શું છે કનેક્શન ?
સંજીવ મુખિયાના નજીકના ચિન્ટુ અને મુકેશ પાસેથી માહિતી મળ્યા બાદ સીબીઆઈએ આરોપી અમન સિંહની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે. અમનની ઝારખંડના ધનબાદમાંથી ધરપકડ કરવામાં આવી છે. અમન સિંહ પેપર લીક કેસમાં ફરાર રોકીનો ખૂબ જ નજીક છે અને રોકી રાંચીમાં હોટલ બિઝનેસ સાથે જોડાયેલા સંજીવ મુખિયાનો ભત્રીજો છે.
અમનસિંહે પાસેથી મળી શકે મહત્વની માહિતી
NEET પેપર લીક થયા પછી રોકીએ તેના જવાબો તૈયાર કરવા માટે સોલ્વરોનું આયોજન કર્યું હતું. રોકી ઝારખંડમાં સંજીવ મુખિયા ગેંગનો ખાસ છે. રાંચી અને પટનાના એમબીબીએસ વિદ્યાર્થીઓને સોલ્વર તરીકે ઉપયોગમાં લેવાતા હતા. મળતી માહિતી મુજબ અમન સિંહની ધરપકડથી રોકી અને સોલ્વર્સ વિશે મહત્વની માહિતી મળી શકે છે. આ સિવાય સીબીઆઈ અમન સિંહની સંજીવ મુખિયાના હાલના લોકેશન વિશે પૂછપરછ કરાશે. તેને પૂછપરછ માટે પટના લાવવામાં આવી શકે છે. આ કેસમાં સીબીઆઈ દ્વારા લેવામાં આવેલા આરોપીઓના રિમાન્ડની મુદત આજે 4 જુલાઈએ પૂરી થઈ રહી છે.26 અરજીઓ પર સુનાવણી હાથ ધરવામાં આવશે
નીટ મામલે 26 અરજીઓ
મહત્વનું છે કે NEET મુદ્દે 26 અરજીઓ છે. જો કે આ અરજીઓમાં કેટલીક પૂરક અરજીઓ પણ છે. નિયમિત કારણ સૂચિ મુજબ, અત્યાર સુધી કુલ 26 અરજીઓમાંથી, 21 અરજીઓ NTA અને ભારત સરકારના વિરોધમાં છે. જ્યારે 5 ટ્રાન્સફર પિટિશન છે. જો કે, 7 જુલાઈએ જાહેર થનારી પૂરક યાદીમાં કેટલીક વધુ અરજીઓ વધી શકે છે. યાદીમાં પ્રથમ અરજી વંશિકા યાદવની છે. તેમાં 5 મેના રોજ યોજાયેલી 24 લાખથી વધુ ઉમેદવારોની પરીક્ષામાં ગેરરીતિનો આક્ષેપ કરતી અરજીઓ સાથે તેને નવેસરથી આયોજિત કરવાની વિનંતીનો સમાવેશ થાય છે.