- સંસદમાં વિપક્ષે કર્યો હતો હંગામો
- નીટ મામલે ચર્ચા કરવા સરકારને લખ્યો પત્ર
- રાહુલ ગાંધીએ પીએમ મોદીને લખ્યો પત્ર
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદીને પત્ર લખીને બુધવારે લોકસભામાં NEET મુદ્દે ચર્ચા કરાવવાની વિનંતી કરી છે. રાહુલ ગાંધીએ પોતાના પત્રમાં લખ્યું છે કે હું માનું છું કે વિદ્યાર્થીઓના હિતમાં NEET મુદ્દે ચર્ચાનું નેતૃત્વ કરવું યોગ્ય રહેશે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પત્રમાં લખ્યું છે કે અમારો ઉદ્દેશ્ય 24 લાખ NEET ઉમેદવારોના હિતમાં રચનાત્મક રીતે જોડાવવાનો છે જેઓ જવાબને પાત્ર છે. હું માનું છું કે તમે આ ચર્ચાનું નેતૃત્વ કરો તે યોગ્ય રહેશે.













