- અરજીકર્તાઓએ પરીક્ષા કેન્દ્રમાં અન્ય બાબતોની સાથે હેરાફેરીનો પણ આક્ષેપ કર્યો
- NEET UGના ઉમેદવારો હિતેન સિંહ કશ્યપ અને પલક મિત્તલે કરી અરજી
- 8 જુલાઈએ NEET-UG પરીક્ષાને પડકારતી અરજીઓની સુનાવણી કરશે સુપ્રીમ કોર્ટ
NEET UG 2024 કેસમાં દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કાઉન્સેલિંગ પ્રક્રિયાને સ્થગિત કરવાનો ઈનકાર કરી દીધો હતો. MBBS, BDS અને અન્ય મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે 6 જુલાઈથી કાઉન્સેલિંગ શરૂ થશે. શુક્રવારે જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ એસવીએન ભાટીની વેકેશન બેન્ચે કેટલીક નવી અરજીઓ પર NTA પાસેથી જવાબ માંગ્યો હતો.
એક વેબસાઈટ અનુસાર સુનાવણી દરમિયાન અરજદારના વકીલે વિનંતી કરી કે 6 જુલાઈથી યોજાનારી કાઉન્સિલિંગને સ્થગિત કરવામાં આવે, કારણ કે સુપ્રીમ કોર્ટ 8 જુલાઈએ NEET-UG પરીક્ષાને પડકારતી અરજીઓની સુનાવણી કરવા જઈ રહી છે. જેના પર જસ્ટિસ ભાટીએ કહ્યું કે કાઉન્સેલિંગ ખુલ્લું અને બંધ હોતું નથી, તે એક પ્રક્રિયા છે. અરજદાર તરફથી હાજર રહેલા વકીલે પુનઃપરીક્ષા પર રોક લગાવવાની માંગ કરી હતી અને કહ્યું હતું કે NTAએ કોર્ટમાંથી મહત્વની માહિતી છુપાવી છે. 1,563 ઉમેદવારમાંથી 753 નાપાસ થયા છે.













