- NEET UG 2024 મામલે સુનાવણી ટળી
- વધુ સુનાવણી 18 જુલાઇએ થશે
- સીબીઆઇએ કોર્ટમાં તપાસ રિપોર્ટ સોંપ્યો
NEET UG પરીક્ષામાં ગેરરીતિઓ અંગે દાખલ કરાયેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં આજે થનારી સુનાવણી મોકૂફ રાખવામાં આવી છે. હવે આ કેસની સુનાવણી 18 જુલાઈએ થશે. આ કેસમાં સીબીઆઈએ NEET પેપર લીક કેસમાં અત્યાર સુધીની તપાસનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો છે. જ્યારે કેન્દ્ર સરકાર અને NTAએ પણ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને કહ્યું છે કે ફરીથી પરીક્ષા ન થવી જોઈએ.













