વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આગામી મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે જ્ઞાનેશ કુમારના નામને મંજૂરી આપવામાં આવી છે. વર્તમાન સીઈસીની નિવૃત્તિ પછી તેઓ ચાર્જ સંભાળશે. 1988 બેચના કેરળ કેડરના IAS અધિકારી ગયા વર્ષે માર્ચથી ચૂંટણી કમિશનર તરીકે કાર્યરત છે. રાજીવ કુમાર આવતીકાલે એટલે કે 18 ફેબ્રુઆરીએ નિવૃત્ત થઈ રહ્યા છે. કાયદા મંત્રાલયે આગામી સીઈસી તરીકે નિમણૂક માટે જ્ઞાનેશ કુમારના નામનું જાહેરનામું બહાર પાડ્યું છે.













