તેઓએ 20 બળવાખોર ટીએમસી સાંસદોના એનસીપીઆઈમાં વિલીનીકરણને ગેરકાયદેસર ગણાવ્યું હતુ.
સાંસદો સામે કડક કાર્યવાહીની માંગ
અભિષેકે જણાવ્યું કે, વિલીનીકરણ માટે બે તૃતીયાંશ બહુમતી જરૂરી છે. ટીએમસીએ આ તમામ સાંસદોને ગેરલાયક ઠેરવવા માટે 20 અરજીઓ રજૂ કરી છે. અભિષેકે આરોપ લગાવ્યો કે ઇડી અને સીબીઆઈ દ્વારા સાંસદોને ધમકી આપવામાં આવી રહી છે અને તેમની પાસેથી ખંડણી લેવામાં આવી રહી છે. અભિષેકે વિલીનીકરણને સંપૂર્ણપણે ગેરકાયદેસર ગણાવ્યું અને આ તમામ સાંસદો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.
બળવાખોર સાંસદો ટીએમસી છોડે: અભિષેક
અભિષેકે કહ્યું કે કોઈપણ વિલીનીકરણ માટે બે તૃતીયાંશ બહુમતી જરૂરી છે. તેમણે કહ્યું કે, જો બળવાખોરોમાં કોઈ પ્રામાણિકતા બાકી હોય, તો તેમણે પોતે રાજીનામું આપવું જોઈએ. તેમણે બળવાખોરોને પહેલા ટીએમસી છોડી દેવા અને પછી કોઈપણ પક્ષની ટિકિટ પર ફરીથી ચૂંટણી લડવા પડકાર ફેંક્યો છે. જો તેઓ પક્ષથી નાખુશ હોય, તો તેમને પદ પર રહેવાનો કોઈ અધિકાર નથી. અભિષેકે વધુમાં કહ્યું હતુ કે, કેટલાક સાંસદોને ED અને CBI દ્વારા ધમકી આપવામાં આવી રહી છે. જ્યારે અન્યને લાલચ અપાઇ રહી છે. તેમણે કહ્યું કે, તેમની પાસે આના મજબૂત પુરાવા છે. આ વિલીનીકરણ અમાન્ય છે.
વિધાનસભામાં દેખાઇ રહ્યુ છે અલગ દ્રશ્ય
તૃણમૂલ કોંગ્રેસમાં ચાલી રહેલા સંઘર્ષ હવે વિધાનસભાની અંદર સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. પક્ષના બળવાખોર અને વફાદાર જૂથો વચ્ચે વધતા અંતરને કારણે, વિધાનસભામાં બંને પક્ષો માટે અલગ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઘટનાક્રમને મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે, જ્યારે બંને જૂથો હજુ પણ સત્તાવાર રીતે ટીએમસીનો ભાગ છે. ત્યારે ગૃહમાં તેમની ભૂમિકા હવે અલગ રાજકીય પક્ષો તરીકે જોવામાં આવે છે.
વિવિધ જૂથ આમને સામને
પશ્ચિમ બંગાળ વિધાનસભામાં ટીએમસીના કુલ 80 ધારાસભ્યો છે. તેમાંથી 60 ધારાસભ્યો બળવાખોર જૂથ સાથે હોવાનું કહેવાય છે, જેનું નેતૃત્વ પક્ષમાંથી હાંકી કાઢવામાં આવેલા નેતા ઋતબ્રત બેનર્જી કરી રહ્યા છે. ઋતબ્રતે તાજેતરમાં દાવો કર્યો હતો કે તેમને ટેકો આપનારા ધારાસભ્યોની સંખ્યા વધીને 64 થઈ ગઈ છે. બીજી તરફ, મમતા બેનર્જી અને અભિષેક બેનર્જીને વફાદાર જૂથનું નેતૃત્વ વરિષ્ઠ ધારાસભ્ય શોવનદેવ ચટ્ટોપાધ્યાય કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ Donald Trumpના G7 ફોટોવાળા નિવેદન પર Giorgia Meloniનો તીખો પલટવાર













